સુરતમાં AAPના કેજરીવાલના રોડ શોમાં પથ્થરમારો
(એજન્સી)સુરત, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરતમાં ચૂંટણી પ્રચાર કરવા આવ્યા છે. તેમણે અહીં મીની બજાર ચોકસી બજારમાં હીરા વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. ત્યારબાદ કેજરીવાલે કતારગામ વિસ્તારમાં રોડ શો યોજ્યો હતો. આ રોડશોમાં નાનું છમકલું જાેવા મળ્યું હતું.
અહીં કેજરીવાલની ગાડી પર એક પથ્થર ફેંકવામાં આવ્યો હતો. સુરતમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા કેજરીવાલે કારમાં રોડશો કર્યો હતો. અહીં મગનનગર નજીક ધનમોરા કોમ્પલેક્સ પર એક પથ્થર કોઈએ ફેંક્યો હતો. આ પથ્થર કારના બોનેટ પર પડ્યાં હતા.
જેમાં કોઈને ઈજા થઈ નથી. ત્યારબાદ પોલીસના જવાનો મોટી સંખ્યામાં કેજરીવાલની સુરક્ષા માટે ગોઠવાઈ ગયા હતા. ત્યારબાદ કેજરીવાલે કહ્યુ કે ૨૭ વર્ષમાં કામ કર્યાં હોત તો આજે પથ્થર મારવાની જરૂર પડત નહીં. તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ કહ્યુ કે, આ પથ્થરનો જવાબ ચૂંટણીમાં જનતા આપશે.
દિલ્હીમાં ખાનગી શાળાઓએ લૂંટ મચાવી હતી. અમે આવતાની સાથે જ તમામ ખાનગી શાળાઓનું ઓડિટ કરાવ્યું. દેશની મોટી શાળાઓ વિશે જાણવા મળ્યું કે તેઓએ ?૫૦૦૦૦ કરોડની બેંકમાં હ્લડ્ઢ જમા કરાવી છે. તમારી ફી વધારીને તમને લૂંટી રહ્યા છે અને તમારી ફી થી બેંકમાં એફડી કરાવીને રાખી છે.
આ એક બહુ મોટો ગુનો છે, જે પણ શાળાઓ છે તે ચેરીટેબલ ટ્રસ્ટ હોય છે, તેઓ પૈસા ભેગા કરી શકતા નથી. પૈસા ભેગા કરવા એ ગુનો છે. તેમની તમામ શાળાઓની એફડી તોડાવી અને તમામ જૂની ફી પરત કરાવી. છેલ્લા ચાર-પાંચ વર્ષમાં તેમણે જેટલી ફી લીધી હતી
તે બધા પૈસા અમે વાલીઓને પાછા અપાવ્યા. ભારતના ઈતિહાસમાં એવું ક્યારેય બન્યું નથી કે તમારી બેંકમાં શાળામાંથી પૈસા પાછા આવ્યા હોય. અને ત્યાર બાદ આદેશ જાહેર કર્યો કે સરકારની મંજૂરી વગર કોઈ પણ વ્યક્તિ ફીમાં વધારો કરી શકશે નહીં.