સુરતની મહિલાએ ૮,૦૦૦થી વધુ મહિલાઓને બનાવી આર્ત્મનિભર
સુરત, જીવનમાં કંઈક વિશેષ અને અનોખું કરવાનો ઈરાદો હોય તો દિશા મળી જ જાય છે. આ વાક્યને સુરતના જ્યોતિબેન પરસાણાએ સાર્થક કરી બતાવ્યું છે. જ્યોતિબેનેબ્યુટીશનના કોર્સ થકીછેલ્લા બે દાયકામાં ૮૦૦૦થી વધુ મહિલાઓને આર્ત્મનિભર બનાવી છે.
નોંધવા જેવી વાત એ છે કે આ કોર્સવરાછા રોડની જાણીતી જે.ડી.ગાભાણી પુસ્તકાલયમાંચલાવવામાં આવે છે. જ્યોતિબેન કોલેજનો અભ્યાસ પૂર્ણ કરીને ૧૯૯૭માં લગ્ન કરી સુરત સ્થાયી થયા. સુરત આવ્યા બાદ આર્થિક રીતે પતિની મદદ કરવા માટે જ્યોતિબેન પોતાના એક પુત્ર સાથે લઈને બ્યુટીશનનો કોર્સ શીખ્યા.
કોર્સ પૂરો કર્યા બાદ તેઓબ્યુટીશનના નાના મોટા કામ કરીને આર્થિક રીતે પગભર બન્યા હતા. આની સાથે તેમણે નેચરોપેથિકનો પણ અભ્યાસ કરી આ કોષને વધુ એક દિશા આપી હતી. ત્યારબાદ તેમણે જે.ડી.ગાભાણી પુસ્તકાલયમાંનોકરી મેળવીને હજારો બહેનોને બ્યુટીશનનો કોર્સ નજીવા દરે શીખવ્યો છે.
બજારમાં આહજારોરૂપિયાલઈને આ કોર્સશીખવવામાં આવે છે.પરંતુ આ લાઇબ્રેરીમાં સામાજિક સેવાના ભાગરૂપે તદ્દન નજીવા દરે મહિલાઓને ટ્રેનિંગ આપવામાં આવે છે. બે દાયકા સુધી જ્યોતિબેન એ આ પુસ્તકાલયમાં બ્યુટીશનનો કોર્સ કરાવી રહ્યા છે.જેમાં તેમણે અનેક મહિલાઓને આર્ત્મનિભર બનાવી.
અહી શીખીને ગયેલ મહિલાઓ પોતાના પાર્લર શરૂ કરી પગભર બની રહી છે.વિદેશમાં પણ અનેક મહિલાઓએ પોતાના સલૂન શરૂ કર્યા છે. દુબઈ, અમેરિકા, કેનેડા, ન્યુઝીલેન્ડ,સહિતના મોટા દેશોમાં સલૂન શરૂ કરનારી મહિલાઓ જ્યોતિબેન અને જે.ડી. ગાભાણીના માર્ગદર્શન હેઠળ તૈયાર થઈ હોવાનો હાલ તેઓ ગર્વ અનુભવી રહ્યા છે.
જે.ડી.ગાભાણી પુસ્તકાલયમાં વાંચન સાથે બીજી અનેક હેતુલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. જેના ભાગરૂપે મહિલાઓને આર્ત્મનિભરબનાવવા માટે બ્યુટીશનનો કોર્સ પણ કરાવવામાં આવે છે. જેમાં જ્યોતિ બહેન બ્યુટીશન કોર્સ શીખવાનું કામ કરે છે.SS1MS