સુરતની મજુરા બેઠક પર હર્ષ સંઘવી ભારે માર્જીનથી જીતતાં ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/12/majura1-1024x674.jpg)
મજુરા બેઠક પર હર્ષ સંઘવીએ તમામ ઉમેદવારોનો સફાયો કર્યો, ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ
(એજન્સી) સુરત, ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. તે પ્રશ્નનો અંત આવ્યો છે અને એકવાર ફરી પુનરાર્તન થયું છે
અને ભાજપ સરકાર બનવા જઇ રહી છે ગત ચૂંટણીમાં મજુરા બેઠક પરથી ભાજપના હર્ષ સંઘવીએ જીત મેળવી હતી. ત્યારે હવે ફરી એકવાર આ બેઠક પરથી હર્ષ સંઘવી જીતી ગયા છે આખરે હર્ષ સંઘવી ૧ લાખ ૧૫ હજાર ૪૨૨ મતથી ભવ્ય જીત મેળવી છે. હર્ષ સંઘવીએ તમામ ઉમેદવારોનો સફાયો કર્યો છે.
વિરોધી તમામ ઉમેદવારોની ડિપોઝીટ ગુમાવી છે. આખરે રાજ્ય ગૃહરાજ્યમંત્રીને મજુરા બેઠક પર ભવ્ય જીત મળી છે.
સુરતની મજુરા વિધાનસભા બેઠક પર આ વખતનો જંગ વધુ મહત્વનો બની રહ્યો છે. રાજ્યનાં ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીનો મતવિસ્તાર હોવાથી આ બેઠક પર હાઈ પ્રોફાઈલ જંગ ખેલાઇ રહ્યો છે. ૨૦૨૨ની ચૂંટણીમાં ભાજપે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને રીપીટ કર્યા છે.
જ્યારે કોંગ્રેસમાથી બળવંત જૈન અને આપમાથી પીવી શર્મા ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર કુલ ૨ લાખ ૪૫ હજાર મતદાતાઓ છે.ગત ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો ૨૦૧૭માં હર્ષ સંઘવીએ કોંગ્રેસનાં ઉમેદવાર અને કાપડનાં વેપારી અશોક કોઠારીને ૧,૧૬,૭૪૧ મતો હરાવ્યા હતા. ૨૦૧૭માં પાટીદાર અનામત આંદોલનની અસર વચ્ચે પણ હર્ષ સંઘવીએ આ બેઠક જાળવી રાખી હતી.
વાત જાે ૨૦૧૨ની ચૂંટણીની કરીએ તો તેમાં પણ ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધનપત જૈનને ૧,૦૩,૫૭૭ મતે પરાજય આપ્યો હતો. ૨૭ વર્ષની વયે તેઓ રાજ્યનાં સૌથી નાની વયનાં ધારાસભ્ય બન્યા હતા.