સુરત મહાનગરપાલિકાને “શ્રેષ્ઠ અર્બન લોકલ બોડી” કેટેગરીમાં ત્રીજા ક્રમે – જોઈન્ટ વિજેતા તરીકે જાહેર
સમગ્ર ભારત દેશમાં વિવિધ શહેરોમાં / જીલ્લામાં, ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠા વ્યવસ્થામાં કરવામાં આવી રહેલ વિશિષ્ટ કામગીરીઓને પ્રોત્સાહિત કરવા તેમજ જળ સંરક્ષણની અમલવારી સુનિશ્ચિત કરવા સારું દર વર્ષે જળ શક્તિ મંત્રાલય, ભારત સરકારશ્રી તરફથી વિવિધ કેટેગરીઓમાં નોમીનેશન્સ મંગાવવામાં આવે છે તથા સઘન રીતે મુલ્યાંકન કર્યા બાદ ટ્રોફી, સર્ટીફીકેટ તેમજ રોકડ પુરસ્કારથી વિજેતાઓને બિરદાવવામાં આવે છે.
સુરત મહાનગરપાલિકા તરફથી “બેસ્ટ અર્બન લોકલ બોડી” કેટેગરીમાં શહેર વિસ્તારમાં અમલમાં મુકવામાં આવેલ વિવિધ પાસાઓ જેવા કે, ફ્રેંચવેલ્સ પ્રણાલી, વોટર સપ્લાય ગ્રીડ સીસ્ટમ, ૨૪x૭ પાણી પુરવઠા વ્યવસ્થા, રીન્યુએબલ એનેર્જીનો પાણી પુરવઠા સંચાલનમાં ઉપયોગ તેમજ થતી બચત, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, વોટર ક્વોલીટી મોનીટરીંગ સીસ્ટમ, ટર્શરી ટ્રીટમેન્ટ કરેલ વેસ્ટ વોટર નો ઔદ્યોગિક એકમો માટે ઉપયોગ,
સુરત શહેર વિસ્તારમાં તળાવોની જાળવણી વિગેરેનો સમાવેશ કરી સંકલિત નોમીનેશન જમા કરાવવામાં આવેલ. આ તમામ પાસાઓની ખરાઈ કર્યા તથા જરૂરી મુલ્યાંકન કરી જળ શક્તિ મંત્રાલય, ભારત સરકારશ્રી દ્વારા સુરત મહાનગરપાલિકાને “શ્રેષ્ઠ અર્બન લોકલ બોડી” કેટેગરીમાં ત્રીજા ક્રમે – જોઈન્ટ વિજેતા તરીકે જાહેર કરેલ કરેલ છે.
એવોર્ડ સમાંરભ તા.૧૭-૦૬-૨૦૨૩ નાં રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્લી ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં સુરત મહાનગરપાલિકા તરફથી મે.મેયરશ્રી – શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા તેમજ મેં.કમિશ્નરશ્રી – શ્રીમતી શાલીની અગ્રવાલ IAS, ઉપસ્થિત રહેલ. એવોર્ડ સમાંરભમાં મહામહિમ ઉપરાષ્ટ્રપતિશ્રી – શ્રી જગદીપ ધનખર જી, માનનીય મંત્રીશ્રી – શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત –
જળ શક્તિ મંત્રાલય, માનનીય મંત્રીશ્રી – પ્રહલાદ સિંહ પટેલ – મીનીસ્ટર ઓફ સ્ટેટ – ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ જલ શક્તિ, માન.મંત્રીશ્રી – શ્રી બીશ્વેશ્વર ટુડુ – મીનીસ્ટર ઓફ સ્ટેટ ફોર જલ શક્તિ તથા સેક્રેટરીશ્રી – પંકજકુમાર ઉપસ્થિત રહેલ તથા માનનીય મંત્રીશ્રી – શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત – જળ શક્તિ મંત્રાલય, ભારત સરકારશ્રીનાં વરદ હસ્તે સુરત મહાનગરપાલિકાને પ્રશસ્તિપત્ર, ટ્રોફી તેમજ રોડક પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાત રાજ્યમાંથી ચોથા નેશનલ વોટર એવોર્ડસ માટે એવોર્ડ વિજેતા થયેલ હોય તેવી મહાનગરપાલિકામાં એક માત્ર સુરત મહાનગરપાલિકા છે તથા શહેરીવિસ્તારમાં જળ સંરક્ષણ ક્ષેત્રે અમલમાં મુકવામાં આવેલ વિવિધ પ્રકલ્પો તેમજ વિશિષ્ટ ઉપાયો ઉદાહરણ સમાન હોય, ભારતના અન્ય શહેરોને પણ અનુકરણ કરવા માટે સુરત મહાનગરપાલિકા પ્રેરણાદાયી બની રહેલ છે.