Western Times News

Gujarati News

સુરત પાલિકાને લોટરી લાગીઃ પેઈડ FSI દ્વારા ૧૧૦ કરોડની આવક

સુરત, સુરત પાલિકા માટેેે પેઈડ એફએસઆઈની જાેગવાઈ કજાણે અલ્લાઉદ્દીનના ચિરાગ જેવી સાબિત થઈ રહ્યો છે. પાલિકાના તંત્રએ છેલ્લા એક જ મહિમાં હાઈરાઈઝ એપાર્ટમેન્ટની ર૦૦ જેટલી ફાઈલોને મંજુરીની મહોર મારી અને તેમાં પેઈડ એફએેસઆઈ થકી ૧૧૦ કરોડ આવક મેેળવી છે. એકસાથેે આટલી બધી ફાઈલોનેે મંજુરીની મહોર સાથે પાલિકાની તિજાેરીમાં આવકના આ નવોે કીર્તિમાન સ્થાપિત થયો છે.

એક તરફ જ્ંત્રી માટેેે સરકાર સર્વે કરાવવા માટેની તૈયારી કરી રહી છે ત્યારે તેનાથી ફલેટની કિંમત વધે એવી શક્યતાઓ છે. એટલે, આ ક્ષેત્ર સાથે સંકળયેલા લોકો ઝડપથી પ્રોજેક્ટ મંજુર થાય અને કામ શરૂ કરી દેવાય એ માટેની મથામણમાં લાગ્યા છે.

સુરત પાલિકાએ પણ બાંધકામ મંજુરી માટેની પ્રક્રિયામાં ઘણા અંશે પારદર્શિતા લાવવામાં સફળતા મેળવી છે. સુરત પાલિકાએ છેલ્લા એક મહિના દરમ્યાન ૪પ મીટરથી ઉંચી હાઈરાઈઝ મિલકતોના પ્લાન ઉપર ઝડપથી મંજુરીની મહોર મારીને લગભગ ર૦૦ ફાઈલનેે બહાલી આપી દીધી છે.

આ ફાઈલોમાં જે પેઈડ એફએસઆઈ મંજુર કરવામાં આવી છે તેના થકી પાલિકા ૧૦૦ કરોડની આવક થઈ છે. એવું શહરે વિકાસ વિભાગનું કહેવું છે.

ગત નાણાંકીય વર્ષ ર૦રર-ર૩ દરમ્યાન મંજુર થયેલા હાઈરાઈઝ બિલ્ડીગના પ્રોજેક્ટોના કારણે સુરત મહાનગરપાલિકાનેે પેઈડ એફએસઆઈની આવક ૬ર૪ કરોડ થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.