Western Times News

Gujarati News

સુરતમાં રૂ.ર.૮૯ કરોડના ઉઠમણાં કરનાર અમદાવાદના કાકા-ભત્રીજાની ધરપકડ

સુરત, સુરતના ભાઠેના મિલેનિયમ ટેક્ષટાઈલ માર્કેટ ૪માં પાંચ પેઢીના નામે ગ્રે કાપડનો વેપાર કરતાં ઘોડદોડ રોડના પ્રૌઢ વિવર પાસેથી ગ્રે કાપડ ખરીદી બાકી પેમેન્ટ રૂ.ર.૮૯ કરોડ ચૂકવ્યા વિના ઉઠમણું કરનાર અમદાવાદના સાત વેપારી સહિત આઠ વેપારી પૈકી કાકા-ભત્રીજાની ઈકો સેલે ધરપકડ કરી છે.
ઈકો સે

લના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઘોડદોડ રોડ પર રહેતા સુરેન્દ્રકુમાર ઓમપ્રકાશ નારંગ ભાઠેના મિલેનિયમ ટેક્ષટાઈલ માર્કેટ ૪માં ગ્રે કાપડનો વેપાર કરે છે. અમદાવાદ રાયપુર ન્યુ કલોથ માર્કેટમાં પદમ ટેક્ષટાઈલના નામે કાપડનો વેપાર કરતાં વિજય ભગાજી ટાંક ઉર્ફે માળી અને તેમની જ દુકાનમાં બેસી પ્રાર્થના એન્ટરપ્રાઈઝના નામે ગ્રે કાપડનો વેપાર કરતા હતા

તેમના ભત્રીજા અભિષેક નરેશભાઈ ટાંક ઉર્ફે માળી સાથે પરિચય થયો હતો અને તેમની સાથે વેપાર શરૂ કર્યો હતો. સુરેન્દ્રકુમારે તેમને માલ આપવાનું શરૂ કરતાં તેમણે શરૂઆતમાં પેમેન્ટ કરી વિશ્વાસ કેળવ્યો હતો. જો કે, એપ્રિલ ર૦રરથી જાન્યુઆરી ર૦ર૪ દરમિયાન તમામે બાકી પેમેન્ટ રૂ.ર,૮૯,૧પ,૩૦૮ નહીં ચૂકવી દુકાન અને મોબાઈલ ફોન બંધ કરી દીધા હતા.

આ અંગે સુરેન્દ્રકુમારે કરેલી અરજીના આધારે ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના સાત વેપારી, દલાલ અને નાસિકના વેપારી વિરૂદ્ધ ઠગાઈનો ગુનો નોંધી તપાસ ઈકો સેલને સોંપી હતી. દરમિયાન ઈકો સેલે આ ગુનામાં મુખ્ય સૂત્રધાર એવા વેપારી કાકા-ભત્રીજા વિજય ભગાજી માળી (ટાંક) (ઉ.વ.૪ર) અને અભિષેક નરેશભાઈ માળી (ટાંક) (ઉ.વ.ર૯)ની ધરપકડ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.