Western Times News

Gujarati News

સુરતમાં 7મી માર્ચે PM મોદીના રોડ શો પહેલાં સમગ્ર રૂટ પર તૂટેલા રસ્તા રાતોરાત રિપેર થઈ ગયા

File Photo

સુરતમાં ૭મીએ PM મોદીનો રોડ શો, ૩૦ સ્થળે સ્વાગત કરાશે

સુરત, ૭ માર્ચે વડાપ્રધાનના કાર્યક્રમને લઈ તડામાર તૈયારી ચાલી રહી છે. મોદી હેલિપેડથી કાર્યક્રમ સ્થળ સુધી રોડ શો કરવાના હોવાથી સ્વાગત માટે ૩૦ સ્ટેજ બનાવાશે.

વિવિધ સમાજના અગ્રણીઓ રોડ શો દરમિયાન વડાપ્રધાનનું સ્વાગત કરશે. સુરક્ષા વ્યવસ્થાની જાણકારી મેળવવા માટે ડીજીપી વિકાસ સહાય સોમવારે સુરત આવ્યા હતા જ્યાં તેમણે કાર્યક્રમ સ્થળ, સ્ટેજ અને હેલિપેડ સહિતની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. મોદીના લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં ૧ લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેશે તેવો અંદાજ છે

જ્યારે કાર્યક્રમ પહેલાં તેઓ દોઢ કિલોમીટરનો ભવ્ય રોડ શો કરશે જ્યાં રૂટ પર હજારો લોકો જોડાશે. દરમિયાન પાલિકાએ રોડ શો રૂટ પરના તમામ દબાણો તાબડતોબ ગાયબ કરી દીધા છે. લિંબાયતમાં સાંજે કાર્યક્રમ કર્યા પછી મોદી સરકીટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે જ્યારે ૮મીએ કાર્યક્રમ માટે નવસારી જશે. સુરતમાં સમગ્ર રૂટ પર તૂટેલા રસ્તા રાતોરાત રિપેર થઈ ગયા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.