સુરતની પૂજા પારેખનું અનોખું ફ્યુઝન સંગીતની દુનિયામાં ધૂમ મચાવી રહ્યું છે
તાંડવના તાલ સાથે અને આધુનિક રેપ ટ્રેન્ડનો સમન્વય એટલે “ડમ ડમ ડમરૂ બાજે”સિંગર પૂજા પારેખને વિચાર આવ્યો કે શ્રાવણ માસમાં બધા પોતાની શક્તિ પ્રમાણે ભક્તિ કરે છે. કોઈ વ્રત ઉપવાસ કરે તો કોઈ દેવ દર્શને જાય. એક સિંગર તરીકે પૂજા પારેખ ને એક અનોખો વિચાર આવ્યો અને તેઓ મ્યુઝિક ડાયરેક્ટર કશ્યપ સોમપુરાને મળ્યા અને એક ઓરિજનલ કમ્પોઝિશન બનાવવાનો નિર્ણય કર્યો….
કંઈક એવું કરવું છે જે આજની યુવા પેઢીને ગમે, કોઈ પ્રાચીન કે અર્વાચીન ભજન નથી ગાવું! આવા અવનવા વિચાર સાથે કશ્યપ સોમપુરા અને પૂજા પારેખ એ એક ધૂન રેડી કરી જે સાંભળવામાં ખૂબ તાલ બદ્ધ અને સુરીલી લાગે.. પૂજા પારેખ લોકગીત,લગ્ન ગીત,રાસ ગરબા ગાવા માટે પ્રચલિત છે પણ આ વખતે મહાદેવજીના તાંડવના તાલ સાથે અને આધુનિક રેપ ટ્રેન્ડનો સમન્વય કરીને એક અલગ ગીત બનાવ્યું જેનું મુખડું છે… “ડમ ડમ ડમરૂ બાજે”