સુરત : ૪ કરોડના એમડી ડ્રગ્સકાંડમાં કેનેડાનો ઈમરાન શેખ મુખ્ય સુત્રધાર હોવાનો ઘટસ્ફોટ
કેનેડાના ઈમરાન શેખને વસઈનો ફેૈઝલ વૉટસઅપ કોલ કરતો અને ડ્રગ્સ મળી જતુ
સુરત, સુરતમાં ૩.૯૭ કરોડની કિંમત નું એમડી ડ્રગ્સ પકડાવના ચકચારી પ્રકરણમાં આંતરરાષ્ટ્રીય કેનેકશન બહાર આવ્યુ હતુ. મુંબઈનો ફૈઝલ કેનેડામાં ઈમરાન શેખને વૉટસઍપ કોલ ઉપર ડ્રગ્સનો ઓર્ડર આપતો હતો. અને મંબઈમાં જ તેની જરૂરીયાત પ્રમાણેનો માલ મળી જતો હતો. મુખ્ય સુત્રધા ઈમરાન ઈશાક શેખ હાલ કેનેડા રહેતો હોઈ સુરત પોલીસે તેને પકડવા માટે રેડ કોર્નર નોટીસ ઈસ્યુ કરવાની તૈયારી હાથ ધરી છે.
ગત ૧૪મી નવેમ્બરની રાત્રે ે અમરોલી પોલીસે કોસાડ આવાસનો કુખ્યાત ડ્રગ ડીલર અને હાલમાં જેલમાં બંધ મુસ્તાક એસ.ટી.ડી.ના ભાઈ મુબારક બાંદિયાને ર કિલો ૧૭૬ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધા બાદ બપોરે ેતેને માલ સપ્લાય કરનાર કેટરીંગ કંપનીમાં નોકરી કરતા સપ્લાયર ચંદન શર્માની ૧.૭૯ કિલો ડ્રગ્સ સાથે સુરત ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો હતો.
ચંદન શર્માન ેઆ માલ મુંબઈના વસઈમાં મુસ્લીમ કોમ્યુનિટી બિલ્ડીંગમાં રહેતા ફૈઝલ અબ્દ્યુલ ખાલીક પાસેથી આ જથ્થો મળી રહેેતો હતો. ચંદન શર્મા કેટરીંગમાં કામ કરતા અને બાળપણમાં મુંબઈ રહેતા રાંદેરના વાસિફ અબ્દુલ હમીદ ચૌધરી અને ફૈઝલ બાળ ગોઠીયા હોઈ, ડ્રગ્સની આખી લાઈન મુંબઈથી સુરત ગેટ ગઈ હતી. આ બંન્નેેે સાથે કેટરીંગમાં કામ કરતો અનિકેત પ્રકાશ શિંદે (રહે. પ્રમુખ ગ્રીન સોસાયટી, વલસાડ) સાથે મળીને ફૈઝલ પાસેથી માલ ખરીદી સુરતમાં ડ્રગ ડીલરને સપ્લાય કરતો હતો.
પોલીસેેે ફૈઝલ સહિત સાગરીતોની ધરપકડ કરી હતી. ફૈઝલની પૂછપરછમાં આખુ નેટવર્ક કેનેડાથી ઓપરેટ થતુ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. મુંબઈના વસઈના દિનદયાલનગરન વતની ઈમરાન ઈશાક શેખ દોઢ્ બે વર્ષથી કેનેડામાં સ્થાયી થયો છે. પોતાને જ્યારે પણ ડ્રગની જરૂરીયાત હોય તો ફૈઝલ કેનેડામાં વૉટસએપ કોલથી ઈમરાનનો સંપર્ક કરતો હતો.
ઈમરાનના ઓર્ડર બાદ જરૂરીયાત અનુસારનો માલ ફેૈઝલને મુંબઈમાં જ મળી જતો. ડ્રગ્સ પ્રકરણમાં કેનેડા રહેતો ઈમરાન શેખ મુખ્ય સુત્રધાર હોવાનું બહાર આવતા સુરત ક્રાઈમ બ્રાંચે આરોપીને કબજાે મેળવી શકાય એ માટે રેડ કોર્નર નોટીસ ઈસ્યુ કરવાની તૈયારી હાથ ધરી છે.