સુરતમાં માહ્યાવંશી સમાજમાં ઉચ્ચ શિક્ષણ સહાયની નવી પરંપરાનો આરંભ

સમાજના શ્રેષ્ઠીઓના સહયોગ થકી વ્યવસ્થાના પહેલાં ચરણમાં ૧પ વિદ્યાર્થીઓ લાભાÂન્વત થયા
સુરત, માહ્યાવંશી સમાજમાં તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સહાયની નવી પરંપરાનો આરંભ થયો છે. સમાજના શ્રેષ્ઠીઓના આર્થિક સહયોગ થકી ઊભી કરાયેલી નવી વ્યવસ્થાના પહેલાં જ ચરણમાં ૧પ વિદ્યાર્થીઓને ૧૦થી રપ૦૦૦ સુધીની પે બેન્ક સ્કોલરશીપ એનાયત કરવામાં આવી છે.
આ અંગે સમાજના આગેવાનોનું કહેવું હતું કે, માહ્યાવંશી સમાજમાં પ્રથમ વખત ઉચ્ચ અભ્યાસ માટે સમાજના લોકો દ્વારા આર્થિક સહાય અર્પણ કરવામાં આવી છે. આ સહાય વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કરે પછી સંસ્થાને પરત આપશે. (પે બેક) વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રકારની બાંહેધરી આપવામાં આવી છે.
ઉચ્ચ શિક્ષણ માટેની આર્થિક સહાયમાં વિદ્યાર્થીઓની પાત્રતા અને સંસ્થાની ક્ષમતાને આધારે રૂ.૧૦ હજારથી લઈને રૂ.રપ હજાર સુધીની સહાય આપવામાં આવી છે. આ પે બેક સ્કોલરશીપનો સમગ્ર કાર્યક્રમ સ્નેહ સંકુલ પ્રતિષ્ઠાન ટ્રસ્ટની મદદથી કરવામાં આવ્યો હતો.
સમાજના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી ઉત્તમ કારકિર્દીનું ઘડતર કરી શકે તે માટે પે બેક સ્કોલરશીપની વ્યવસ્થા માટે માહ્યાવંશી એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્નેહ સંકુલ ભવનમા ટ્રસ્ટના સંકલ્પ મુજબ વિદ્યાર્થીઓ સાથે કોઈપણ આડંબર વગર સાદગીભર્યા મિલન સમારંભ યોજ્યો હતો. તેમાં કોલેજ, યુનિ.માં અભ્યાસ કરતાં કુલ ૧પ દિકરા, દીકરીઓને આ સ્કોલરશીપ એનાયત કરવામાં આવી હતી.
શૈક્ષણિક વર્ષ ર૦ર૪-રપ માટે સમાજના જરૂરરત વાળા તેજસ્વી વિદ્યાર્થીઓ માટેની આર્થિક સહાય યોજનામાં સંસ્થાએ ઘડેલા નીતિ નિયમો, પાંચ તજજ્ઞ સભ્યોની સ્વતંત્ર પસંદગી સમિતિ દ્વારા આ ૧૦ દીકરીઓ અને પાંચ દિકરાઓને સ્કોલરશીપ માટે ભલામણ કરવામાં આવી હતી. એમને આર્થિક સહાયની ચેક અર્પણ કર્યા હતા.
છેવાડાના ગામો સુધી સહાય પહોંચે તે હેતુથી સ્કોલરશીપ મેળવનારા વિદ્યાર્થી સુરત શહેર નહીં પણ જુદા જુદા તાલુકાઓ અને ગામોમાંથી પસંદગી પામ્યા છે તેઓ સમાજના અગ્રણીઓનું કહેવું હતું.
સહાય માટે અભ્યાસની કેટેગરીમાં મેડિકલ એન્જિનિયરીંગ, તે સિવાયનો બીજા અભ્યાસ, પોસ્ટ ગ્રેજ્યુએશન, નોકરી માટેની તૈયારી ટ્રેનિંગની ફી, વિદ્યાર્થીને અભ્યાસ માટેની જરૂર એડહોક મદદ આપવામાં આવશે.