સુરતમાં ૩૬૦ શાળા સર્વે દરમ્યાન ૩૮ સ્કુલોને નોટીસ આપવામાં આવી
વાહક જન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોનાં નિયંત્રણ માટે શાળા સર્વે ઝુંબેશના ભાગરૂપે સર્વે કરાતા ૩૬૦ શાળા સર્વે દરમ્યાન ૩૮ નોટીસ આપવામાં આવી અને ર૪પ૦૦/- વહીવટી ખર્ચ વસુલ કરવામાં આવેલ છે.
નોર્થ ઝોનમાં ૧૦ શાળા સર્વે કરતા ૧૦ નોટીસ આપવામાં આવતા એલ પી સવાણી સ્કુલ પ૦૦૦/- મણીબા હિન્દી વિધ્યાલય ૩૦૦૦/- જ્ઞાનદિપ વિધ્યાલય ૩૦૦૦/- જે.ઝેડ.શાહ કોલેજ ૩૦૦૦/-આર.કે.પબ્લીક સ્કુલ ૧૦૦૦/- સરદાર સ્કુલ ૧૦૦૦/- કુલ મળી ૧૬૦૦૦/-વહીવટી ખર્ચ વસુલ કરવામાં આવેલ છે. સા-ઇસ્ટ ઝોનમાંથી ૭૬ શાળા સર્વે કરતા ૪ શાળા ને નોટીસ આપવામાં આવતા
રોઝબર્ડ સ્કુલ ડિડોલી ર૦૦૦/- મોડન એક્ષ્પરીમેન્ટલ સ્કુલ પરવત ૧પ૦૦/- કુલ મળી ૩પ૦૦/- વહીવટી ખર્ચ વસુલ કરવામાં આવેલ છે. ઉધના-એ ઝોનમાંથી પ૩ શાળા સર્વે કરતા પ નોટીસ આપવામાં આવતા સરસ્વતી હીન્દી વિધાલય ૩૦૦૦/- વહીવટી ખર્ચ વસુલ કરવામાં આવેલ છે.ઇસ્ટ-એ ઝોનમાં પ૪ શાળા સર્વે કરતા ૬ નોટીસ આપવામાં આવતા અર્ચના વિઘ્યાભવન ૧૦૦૦/-શ્રી નચિકેતા વિધાલય પ૦૦/-
નિલકંઠ વિધ્યાલય પ૦૦/- કુલ મળી ર૦૦૦/- વહીવટી ખર્ચ વસુલ કરવામાં આવેલ છે.વેસ્ટ ઝોનમાં ૪પ શાળા સર્વે કરતા નગર પ્રાથમિક શાળા ક્રમાંક ૧પ૩ ૧પ૪ ૧૦પ ૧૪૯ અલ્ફેસાની સ્કુલ કોઝ-વે રોડ સન રાઇઝ સ્કુલ કોઝ વે પાસે શાળા ક્રમાંક અ ૩૧પ-૩૧૬ તાડવાડી વરિયાવ ભૂલકા વિહાર સ્કુલ પાલ હવેલી ની બાજુમાં કુલ મળી ૬ નોટીસ આપવામાં આવેલ છે.
સેન્ટ્રલ ઝોનમાં ર૯ શાળા સર્વે કરતા રાણાવાડ ક્ષેત્રુંજીવાડ ૬૧-૬ર શ્રીમતી નંદગૈારી નંદશંકર તુળજાશંકર પ્રા.શા. નં. ૧૪૪ નાણાવટ આઇ. પી. મીશન મિશ્ર સ્કુલ મુગલીસરા (સવારપાળી) ટી એન્ડ ટી વી સ્કુલ રત્નસાગર જૈન વિધાલય ગોપીપુરા જે. સી. મુન્સી સ્કુલ કુલ મળી પ નોટીસ આપવામાં આવેલ છે.ઉધના-બી ઝોનમાંથી ૪૩ શાળા સર્વે કરતા અશોક ઇન્ટરનેસનલ સ્ુકલમાં નોટીસ આપવામાં આવેલ છે.અઠવા ઝોનમાં રર શાળા સર્વે કરતા ૧ નોટીસ આપવામાં આવેલ છે.ઇસ્ટ-બી ઝોનમાંથી ર૮ શાળા સવે કરવામાં આવેલ છે.