સુરત મહાનગરપાલિકા અને શહેર પોલિસ દ્વારા સાયક્લોથોનનું આયોજન
સુરત મહાનગરપાલિકા, સુરત સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લિમિટેડ અને સુરત શહેર પોલિસ દ્વારા શહેરમાં નોન-મોટરાઈઝડ વ્હીકલોને પ્રોત્સાહન આપવા તથા સુરત શહેરને સાયકલિંગ-ફ્રેન્ડલી બનાવવાં હેતુથી સાયકલિંગ અવેરનેસ માટે તા. ૨૨/૦૧/૨૦૨૩ નાં રોજ “સાયક્લોથોન” નું આયોજન કરવામાં આવેલ.
જે સંદર્ભે સદર ઇવેન્ટની પૂર્વ તૈયારીનાં ભાગરૂપે ગુરૂવારે બપોરે ૩.૦૦ કલાકે અઠવા અને રાંદેર ઝોનની શાળાઓનાં આચાર્યશ્રીઓ સાથે પરફોર્મિંગ આર્ટ સેન્ટર, એલ. પી. સવાણી રોડ, અડાજણ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવેલ.
સદર મિટીંગમાં શ્રીમતી સ્વાતી દેસાઈ, ડેપ્યુટી કમિશનરશ્રી,સુ.મ.પા. અને સી.ઈ.ઓ.શ્રી, સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમીટેડ દ્વારા દ્વારા સુરત શહેરને સાયકલિંગ સુરત શહેરને સાયકલિંગ-ફ્રેન્ડલી સિટી બનાવવાં માટે સુરત મહાનગરપાલિકા અને સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમીટેડદ્વારા કરવામાં આવેલ વિવિધ કામગીરીઓ
તેમજ સિટીઝન અવેરનેસ માટે યોજવામાં આવેલ પ્રવુતિઓ/ એક્ટીવીટીઓનું તથા ભવિષ્યમાં માટે કરવામાં આવેલ વિવિધ આયોજનો વિશે વિગતવાર માહિતી આપવામાં આવેલ તેમજ લોકોમાં સાયકલિંગ પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત થનાર સાયકલોથોનમાં મોટી સંખ્યામાં શાળાનાં બાળકો તથા એમનાં વાલીઓ તેમજ શિક્ષકો ભાગ લે એવી અપીલ કરવામાં આવેલ.
ઉપસ્થિત શાળાઓનાં આચાર્યશ્રીઓ દ્વારા સાયકલોથોનમાં ભાગ લેવા ખુબ જ ઉત્સાહ બતાવવામાં આવેલ અને તેઓનો શાળામાંથી મહત્તમ ભાગ લેવામાં આવશે એવું જણાવવામાં આવેલ.
સાયકલોથોનમાં ભાગ લેવા માટે શહેરીજનો સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/ ઉપરથી ફ્રી રજીસ્ટ્રેશન કરાવી શકે છે. સાયકલોથોનમાં ભાગ લેનાર તમામને ઈ-સર્ટીફીકેટ પણ આપવામાં આવશે.