સ્વાતંત્ર્યદિનની સોનેરી સવારે વિધાર્થીઓ દ્વારા દેશભકિતના નારા સાથે પ્રભાત ફેરી
આજરોજ સુરત મહાનગરપાલિકા ઘ્વારા ભારતના રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્યદિનની ઉજવણીના ભાગરૂપે ઘ્વજવંદન સમારોહ કાદી ફળિયા મહાદેવ ઓવારા પાસે, ડુમસ ગામ, સુરત ખાતેથી રાખવામાં આવેલ. સ્વાતંત્ર્યદિનની સોનેરી સવારે આ વિસ્તારની શાળાના વિધાર્થીઓ ઘ્વારા દેશભકિતના નારા સાથે પ્રભાત ફેરી કરવામાં આવેલ.
આ પ્રસંગે સુરતના પ્રથમ નાગરિક એવા માન. મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલાએ કાદી ફળિયા,ડુમસ ખાતે ફાયર અને વોચ એન્ડ વોર્ડ વિભાગના જવાનોની પરેડ સાથે અને રાષ્ટ્રની આન,બાન અને શાન સમા તિરંગાને રાષ્ટ્રગીતની ધુન સાથે લહેરાવી સલામી આપી હતી. ઘ્વજવંદન બાદ માન. મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા સહિતના મહાનુભવોએ રાષ્ટ્રઘ્વજના રંગના બલુન ગગનમાં વિહરતા કર્યા હતા.
આ કાર્યક્રમ પ્રસંગે માન. મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલાએ આઝાદીના આ પાવન પર્વની શુભેચ્છા આપતા તેમના ઉદૂબોધનમાં જણાવ્યું કે આજનો દિવસ એટલે કે આત્મનિર્ભરતાનું નવું સોપાન,ભારતના વીર શહીદોને વિશેષ વંદન કે જેઓના કારણે આપણે સ્વતંત્ર ભારત દેશમાં શ્વાસ લઇ શકીએ છીએ અને આપણા
નવા ભારતના નિર્માણને નિહાળી શકીએ છીએ. ભારત જી-ર૦ સંમેલનની અઘ્યક્ષતા કરી રહયુ છે. જેમણે વસુદેવ કુટુંમ્બકમની ભાવના ઉજાગર કરી છે એવા માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં છેવાડાના માનવીને સરકારશ્રીની વિવિધ યોજનાઓ થકી આગળ વધારી રહયા છે. આપણે આઝાદીનો પર્વ ફકત એક દિવસ ઉજવતા જે આપણે હવે હર ધર તિરંગા અભિયાન થી સ્વાતંત્ર્યદિન સુધી ત્રણ દિવસ ઉજવી રહયા છે.
દેશના તમામ રાજયોમાંથી આવી લોકો અહી વસવાટ કરે છે એટલે સુરત મિનિ ભારત તરીકે પણ ઓળખાય છે. આગામી સમયમાં સુરત સિટીની સોલાર સિટી તરીકેની નવી ઓળખ પ્રસ્થાપિત થવાની છે. રેઝીલીયન્ટ સિટી એવોર્ડ-ર૦ર૦,દેશના બીજા નંબરના સેોથી સ્વચ્છ શહેર તરીકે ગાર્બેજ ફ્રી સિટી એવોર્ડ, સફાઇ મિત્ર સુરક્ષા ચેલેન્જ એવોર્ડ તથા વોટર પ્લસ સહિતના એવોર્ડ સુરતને મળ્યા છે.
સુરત મહાનગરપાલિકા દેશની પ્રથમ મહાનગરપાલિકા બની છે જયાં ઉચ્ચતર શિક્ષણ તથા વિવિધ ૭ ભાષામાં શિક્ષણ આપવામાં આવે છે. સમગ્ર રાજયમાં ઇ-વ્હીકલ રજીસ્ટ્રેશન અને ઇલેકટ્રીક વાહનોની ખરીદીમાં પણ સુરત પ્રથમ ક્રમે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સુરત શહેરમાં સ્લમ ફ્રી સિટી બનાવવા માટે સઘન પ્રયાસોના પરિણામે શહેરમાં સ્લમ પોપ્યુલેશન ર૦% થી ઘટીને ૬% થયુ છે.
સુરત મહાનગરપાલિકા ઘ્વારા શહેરના તમામ ઝોન વિસ્તારમાં પ૦ બેડની હોસ્પિટલ શરૂ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. સને-ર૦રર માં સુરત શહેરને વર્લ્ડ સ્માર્ટ સિટી સમિટમાં યજમાન પદ મળવાનું ગેોરવ પણ મળ્યું છે. આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી દરમ્યાન સુરત શહેરમાં એક સાથે શહેરીજનોએ યોગા કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સુરતનું નામ અંકિત કર્યું છે. સુરત મહાનરપાલિકા શહેરીજનોને માળખાકીય સુવિધા આપવામાં પણ અગ્રેસર છે.
સુરત મેટ્રો રેલ, ડુમસ સી ફેસ ડેવલ્પમેન્ટ,સિટી હેરિટેજ સ્કવેર, બાયોડાયર્વસિટી પાર્ક,શહીદ સ્મારક,સુરત મહાનગરપાલિકાની નવું આઇકોનિક વહીવટી ભવન,ડાયમંડ બુર્સ સહિતના પ્રકલ્પો સુરતની સૂરતમાં ચાર ચાંદ લગાવશે. વધુમાં તેમણે ઇસરોનું ચંદ્રયાન સફળ થાય તેવી પ્રાર્થના કરી હતી અને મારી માટી મારો દેશ કાર્યક્રમ વિશે સંક્ષિપ્ત માહિતી આપી હતી.
આ કાર્યક્રમ પ્રસંગે રાષ્ટ્રભકિત આધારિત વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવેલ. ત્યારબાદ લોકોમાં દેશભકિતની ભાવના પ્રબળ બને એ માટે યોજાયેલ વેશભૂષા,વકતૃત્વ અને નિંબધ સ્પર્ધાના વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવેલ. આ સાથે સાથે સુરત મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની ટીમ,વહીવટી ટીમ સહિતની વિવિધ ટીમો તથા વિશિષ્ટ કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવેલ.
આ કાર્યકમમાં ફાયર વિભાગ ઘ્વારા થર્મલ ઇમેજિન કેમેરા, હેન્ડ કંટ્રોલ કોમ્બી ટૂલ,પોઝિટીવ પ્રેસર વેંટીલેશન,લાઇફ જેકેટ,ફાયર બુલેટ,લાઇફ ડિટેકટર ડિવાઇસ,ટ્રાઇપોડ,ફોગ બ્રાન્ચ,કરટેઇન બ્રાંચ ,પાયરોલેન્સ વોટર ગન સહિતના વિવિધ આધુનિક મશીનો,ટેકનીકો અને અવનવી સર્વીસીસ ઘ્વારા અપાતી સેવાનું લાઇવ પ્રદર્શન રાખવામાં આવેલ.
આ કાર્યક્રમમાં માન. ધારાસભ્ય શ્રી સંદિપભાઇ દેસાઇ, માન. ધારાસભ્ય શ્રી મનુભાઇ પટેલ,માન. ધારાસભ્ય શ્રી પ્રવિણભાઇ ઘોઘારી,માન. ડે.મેયર શ્રી દિનેશભાઇ જોધાણી ,માન. કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ આઇ.એ.એસ. , માન.દંડક, શાસક પક્ષ શ્રી વિનોદભાઇ પટેલ,માન. વિવિધ સમિતિ અઘ્યક્ષશ્રીઓ, માન. મ્યુ. સદસ્યશ્રીઓ, વિવિધ સંસ્થાના આગેવાનો, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ,મિડીયાના મિત્રો અને અન્ય મહાનુભવો ઉપસ્થિત રહયા હતા.