ભવ્ય તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં સુરતીઓએ સહભાગી બની દર્શાવ્યો અનેરો રાષ્ટ્રપ્રેમ
 
        રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આજરોજ ” હર ઘર તિરંગા ” કાર્યક્રમ પ્રસંગે માન. કેબિનેટમંત્રી, જળશકિત,ભારત સરકાર શ્રી સી.આર.પાટીલના અઘ્યક્ષસ્થાને સુરત મહાનગરપાલિકા ઘ્વારા વાય જંકશન ડુમસ રોડ થી લાલભાઇ કોન્ટ્રાકટર સ્ટેડિયમ સુધી તિરંગા યાત્રા યોજાયેલ હતી.
આ પ્રસંગે ભાવિન શાસ્ત્રી તથા સહકલાકારો ઘ્વારા દેશભકિત આધારિત સંગીત કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મંચસ્થ મહાનુભવો ઘ્વારા Capt Sanjeev Paudal army, DC Rushikesh Baral BSF, AC Ashok kumar RAF, PI Lalchand Jayswal CRPF  સહિતના સાહસવીરોનું શાલથી ઉત્સાહભેર સન્માન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ ઉપસ્થિત મહાનુભવો તથા સદર કાર્યક્રમમાં સહભાગી શહેરીજનોએ ” હર ઘર  તિરંગા ” અભિયાન અંતર્ગત પોતાના ઘર અને ઓફિસના કાર્યસ્થળે  તિરંગો ફરકાવવા તથા  મિત્રો, સહકર્મીઓ અને સગાસંબંધીઓને પણ પોતાને ત્યાં  તિરંગો ફરકાવવા માટે પ્રેરણા આપવા બાબતની આઝાદીના પર્વે શપથ લીધા હતા. ત્યારબાદ શંખનાદની સાથે અને માન. કેબિનેટમંત્રી, જળશકિત, ભારત સરકાર શ્રી સી.આર.પાટીલ તથા ઉપસ્થિત મંચસ્થ મહાનુભવોએ ફલેગઓફ કરી  તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
આ  તિરંગા યાત્રામાં પરેડમાં હાથમાં રાષ્ટ્રઘ્વજ લઇ બી.એસ.એફ.પ્લાટુન, બી.એસ.એફ.બેન્ડ, આર.એ.એફ., સી.આર.પી.એફ., સી.આર.પી.એફ.બેન્ડ, જી.પી. મેઇલ પ્લાટુન, જી.પી. ફીમેલ પ્લાટુન, જી.પી. બેન્ડ, બાઇક, સાઇકલીસ્ટ, સ્કેટસ, ટેબ્લો, માઉન્ટેડ યુનિટ- ઘોડા, એન.સી.સી.ગર્લ્સ, એન.સી.સી. બોઇઝ, હોમગાર્ડ, ટી.આર.બી., જી.પી. બેન્ડ, મેસકોટસ, ગુજરાતી, કેરેલા, ઓડીસા, બંગાળી,પારસી, વોરા અને તમીલ  સમાજના વ્યકિતઓ અને બેન્ડ, લેઝીમ ગ્રુપ,
ટાઇગર બેન્ડ, રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ બેન્ડ, લાન્સર આર્મી સ્કૂલ બેન્ડ, સેવન્થ ડે સ્કૂલ બેન્ડ,  વિશ્વભારતી ગર્લ્સહાઇસ્કૂલ બેન્ડ, જોયસ સ્કૂલ બેન્ડ, હીલ્સ હાઇસ્કૂલ બેન્ડ, ડી.આર.બી. કોલેજ/સી.બી.પટેલ બેન્ડ, અગ્રવાલ  વિધ્યાવિહાર સ્કૂલ બેન્ડ, રીલીજીયસ ગ્રુપ્સ, વશિષ્ઠ  વિધ્યાલય બેન્ડ, સુમન સ્કૂલના  વિધ્યાર્થીઓ, પ્રોફેશનલ એસોસીએશન અને કોલેજ, સોશીયલ ગ્રુપ્સ અને કોલેજ,એન.જી.ઓ.,વિવિધ ઇન્ડસ્ટ્રીના વ્યકિતઓએ વાય જંકશન ડુમસ રોડથી લાલભાઇ કોન્ટ્રાકટર સ્ટેડિયમ સુધી  તિરંગા યાત્રામાં સહભાગી બન્યા.
ત્યારબાદ સદર કાર્યક્રમમાં માન. કેબિનેટમંત્રી,જળશકિત,ભારત સરકાર શ્રી સી.આર.પાટીલ, માન. મંત્રી  રમતગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન,  બિન  નિવાસી ગુજરાતીનો પ્રભાગ,વાહનવ્યવહાર, ગૃહ રક્ષણ દળ અને ગ્રામ રક્ષક દળ,નાગરિક સંરક્ષણ, જેલ,સરહદી સુરક્ષા(તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ,ઉધ્યોગ,સાંસ્કૃતિક પ્રવૃતિઓ (રા.ક) શ્રી હર્ષ સંઘવી, ,માન.મંત્રી (રા.ક.), વન અને પર્યાવરણ,
કલાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા શ્રી મુકેશભાઇ પટેલ, માન.મંત્રી સંસદીય બાબતો, પ્રાથમિક, માઘ્યમિક અને પ્રેોઢ  શિક્ષણ, ઉચ્ચ  શિક્ષણ શ્રી પ્રફુલભાઇ પાનસેરીયા, માન. સંસદસભ્ય શ્રી મુકેશભાઇ દલાલ,માન. સંસદસભ્ય શ્રી પરભુભાઇ વસાવા, માન. મેયર શ્રી દક્ષેશભાઇ માવાણી, માન. ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઇ મોદી, માન. ધારાસભ્ય શ્રી  કિશોરભાઇ કાનાણી (કુમાર),માન.ધારાસભ્ય શ્રી  વિનોદભાઇ મોરડિયા,
માન. ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, માન. ધારાસભ્ય શ્રી કાંતિભાઇ બલર, માન.ધારાસભ્ય  શ્રી પ્રવિણભાઇ ઘોઘારી,  માન.ધારાસભ્ય શ્રી અરવિંદભાઇ રાણા, માન.ધારાસભ્ય શ્રી સંદિપભાઇ દેસાઇ, માન.ધારાસભ્ય શ્રી મનુભાઇ પટેલ, માન. ડે. મેયર ર્ડા. નરેન્દ્ર પાટીલ,માન. સ્થાયી સમિતિ અઘ્યક્ષ શ્રી રાજન પટેલ, માન. કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ, માન. કલેકટર ર્ડા. સેોરભ પારધી,
માન. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત,માન. નેતા શાસકપક્ષ શ્રીમતી શશીબેન ત્રીપાઠી, માન. દંડક શ્રી ધર્મેશભાઇ વાણીયાવાલા,માન.  વિવિધ સમિતિના અઘ્યક્ષશ્રીઓ, માન.ડી.ડી.ઓશ્રી  શિવાની ગોયેલ, માન.મ્યુ.સદસ્યશ્રીઓ, પોલીસના જવાનો, શાળા કોલેજના  વિધાર્થીઓ, સામાજીક અને સ્વૈચ્છિક સંસ્થાઓ, સુરત મહાનગરપાલિકાના અધિકારી,કર્મચારીઓ તથા અન્ય મહાનુભવો મળી બહોળી સંખ્યામાં લોકો સહભાગી બની વાય જંકશન ડુમસ રોડથી લાલભાઇ કોન્ટ્રાકટર સ્ટેડિયમ સુધી  તિરંગા યાત્રામાં જોડાયેલ.

 
                 
                 
                