Western Times News

Gujarati News

બાજીપુરાના બે સગીર બાળકો હરિદ્વાર ગંગામાં સ્નાન કરતાં તણાયાં

File Photo

ગુજરાતથી હરિદ્વાર ફરવા ગયેલા પરિવાર સાથે કરુણ ઘટના બની

(એજન્સી)હરિદ્વાર, ઉત્તરાખંડના હરિદ્વારમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. ગુજરાતના એક પરિવારના બે સગીર બાળકોના ગંગા નદીમાં ડૂબી જવાથી મોત થયા છે. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત ઉત્તર હરિદ્વારના સપ્તર્ષિ વિસ્તારમાં સંતમત ઘાટ પર સવારે ૧૦ વાગ્યે થયો હતો. અકસ્માત બાદ પરિવારજનોના આંસુ રોકાઈ રહ્યા નથી.

ગુજરાતના તાપી જિલ્લાના બાજીપુરા ગામમાં રહેતા વિપુલ ભાઈ પવારનો પરિવાર ગંગામાં સ્નાન કરી રહ્યો હતો. દરમિયાન તેમની પુત્રી પ્રત્યુષા અને પુત્ર દર્શ અચાનક ગંગાના જોરદાર પ્રવાહમાં વહેવા લાગ્યા હતા. જોરદાર કરંટ અને ઉંડા પાણીના કારણે બંને બાળકો પરિવારના સભ્યોની નજર સામે જ ગંગાના પાણીમાં ગાયબ થઈ ગયા હતા. Surat tapi Bajipura Vipul Pawar Haridwar

ગુજરાતના તાપી જિલ્લાના બાજીપુરા ગામમાં રહેતા વિપુલ ભાઈ પવારનો પરિવાર ગંગામાં સ્નાન કરી રહ્યો હતો. દરમિયાન, પવારની ૧૩ વર્ષની પુત્રી પ્રત્યુષા અને છ વર્ષનો પુત્ર દર્શ અચાનક ગંગાના જોરદાર પ્રવાહમાં વહેવા લાગ્યો. ઘાટ પર હાજર પરિવારના સભ્યો અને અન્ય ભક્તો બાળકોને બચાવવા માટે દોડી આવ્યા હતા. પરંતુ ગંગાના પાણીના જોરદાર કરંટ અને ઉંડા પાણીના કારણે બંને બાળકો પાણીમાં ગરકાવ થયા હતા.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને જઈ પોલીસ અને ડાઈવર્સની મદદથી બાળકોને શોધવાનું શરૂ કર્યું હતું. થોડા સમય બાદ બંનેને બેભાન અવસ્થામાં ઠોકર નંબર ૧૩ પાસે પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે બંનેને તાત્કાલિક હરિદ્વાર જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.