Western Times News

Gujarati News

સુરતઃ રિક્ષાને ટક્કર મારતા માતા-પિતા અને નવજાત સહિત ત્રણના મોત

Files photo

સુરત, સુરત શહેરના છેવાડે નેશનલ હાઈવે ઉપર વલથાણ પાસે અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને ટક્કર મારી ફંગોળી હતી. આ અકસ્માતમાં માતા-પિતા અને નવજાત બાળક ત્રણેયના મોત નીપજ્યા હતાં. ત્રણેય પલસાણા તાલુકાના જોળવાની આરાધના ગ્રીનલેન્ડ નજીક રહેતા હતાં.

૨૨ વર્ષીય કલ્પેશભાઈ અને તેમના પત્ની ઇન્દિરાબેન ૫ માસના નવજાત શિશુ સાથે સામાજિક કામ અર્થે રીક્ષામાં વતન જવા નીકળ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, પલસાણા તાલુકાના જોળવાની આરાધના ગ્રીનલેન્ડ નજીક રહેતા ૨૨ વર્ષીય કલ્પેશભાઈ બચુભાઈ સંગાડા કડીયા કામ કરી ગુજરાન ચલાવતા હતા.

કલ્પેશભાઈ તેમજ તેમના પત્ની ઇન્દિરાબેન અને ૫ માસના નવજાત શિશુ સાથે જોળવાથી રિક્ષામાં બેસી સામાજિક કામ અર્થે વતન જવા નીકળ્યા હતા. વલથાણ પાસે મુબઈથી અમદાવાદ તરફ જતા હાઈવે ઉપર ક્રિષ્ના હોટલ પાસેના કટ પરથી પસાર થઈ રહેલી રિક્ષાને ટક્કર લાગી હતી.

પૂરઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે જમણી બાજુથી અડફેટે લેતાં રીક્ષા ફંગોળાઈ ગઈ હતી. ટક્કર મારનાર વાહન અને તેનો ચાલક અકસ્માત સર્જીને ફરાઈ થઈ ગયો હતો.

આ ટક્કરમાં કલ્પેશભાઈ રિક્ષામાંથી બહાર રોડ પર ફેંકાઈ ગયા હતા. માથાના તેમજ કમરના ભાગે ગંભીર રીતે ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.

અન્ય ઇજાગ્રસ્ત તેમના પત્ની ઇન્દિરાબેન તેમજ ૫ માસના નવજાત શિશુને સ્થળ પર આવેલી ૧૦૮ મારફતે સુરતની સ્મીમેર હોસ્પીટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. ગમખ્વાર અકસ્માતમાં નવજાત શિશુ તેમજ માતા પિતા સહિત ત્રણેયના મોત અંગે મૃતકના ભાઈ રાજેશભાઈ સંગાડાએ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.