સુરતમાં યુપીના દંપતીનો સજોડે ફાંસો ખાઈ આપઘાત
સુરત, સુરતના વાગામ ડિંડોલ વિસ્તારમાં રહેતા ઉત્તર ભારતીય દંપતીએ એક સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. છ મહિનાથી ભાડે રહેતા અને સાડી ઉપર ટીકી ચોંટાડવાનું કામ કરતાં દંપતીના આત્યાંતિક પગલાં પાછળના કારણ અંગે રહસ્યના વમળો સર્જાયા છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મૂળ બિહાર રાજ્યના ભાગલપુર જિલ્લામાં આવેલા જગદીશપુર તાલુકાના દલિતપુર ગામના વતની ર૦ વર્ષીય પારિતોષિક પ્રકાશચંદ્રક યાદવના દોઢ વર્ષ પહેલાં બાજુના ગામની ર૦ વષીય કાજલ સાથે લગ્ન થયા હતા. લગ્ન પછી આ દંપતી છ માસ પહેલા રોજીરોટી માટે સુરત અહાવ્યું હતું. સુરતમાં આવી વાગામ ડિંડોલીમાં આવેલી દીપકનગર સોસાયટીના ૪૧ નંબરના મકાનમાં પહેલા માળે એક નંબરની રૂમમાં ભાડેથી રહેતું હતું.
ઘરની નીચે આવેલ કારખાનામાં સાડી ઉપર ટીકી ચોંટાડવાનું કામ કરતા હતા. કાજલના બહેન-બનેવી પણ ડીંડોલી વિસ્તારમાં જ રહે છે. આ દંપતીમાં છેલ્લા કેટલાક દિવસથી ખટરાગ ચાલતો હતો. દરમિયાન આજે રરમી ઓગસ્ટની સવારે તેમણે રૂમનો દરવાજો ખોલ્યો જ ન હતો. દરરોજ સવારે વહેલા ઉઠી કામ ધંધે લાગી જતાં આ દંપતીએ બપોર સુધી દરવાજો જ નહીં ખોલતા મકાન માલિકને શંકા ગઈ હતી.
તેણે તુરંત પોલીસને કોલ કર્યો હતો. શંકાસ્પદ સ્થિતિનો મેસેજ મળતા જ ડિંડોલી પોલીસનો કાફલો દીપકનગર પહોંચી ગયો હતો. પોલીસે બારીમાંથી પ્રવેશતા અંદર ભયાવહ દૃશ્ય જોવા મળ્યું હતું.
પારિતોષ અને કાજલ યાદવ સિલિંગના હુક સાથે સાડી બાંધી તેના બે છેડાથી ફાંસો ખાઈ લટકતા જોવા મળ્યા હતા. ઘરમાં સરસામાન અને અન્ય સ્થિતિ સામાન્ય હોવા છતાં ઉપરાંત દરવાજો અંદરથી બંધ હોવાથી મામલો આપઘાતનો જણાયો હતો. પોલીસે બન્નેના મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા