Western Times News

Gujarati News

સુરતની વીર નર્મદ યુનિ.માં નકલી માર્કશીટના આધારે 3 વર્ષમાં 62 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યા

વીએનએસજીયુ યુનિ.માં નકલી માર્કશીટથી એડમિશનના કૌભાંડનો અંતે પર્દાફાશ

સુરત, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નકલી માર્કશીટના આધારે એડમિશન લેવાયાનો ખુલાસો થયો છે. ૩ વર્ષમાં ૬૨ વિદ્યાર્થીઓએ બોગસ માર્કશીટ અને ડિગ્રીના આધારે પ્રવેશ લીધા હતા. તપાસમાં ખુલાસો થતા તમામના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે. અન્ય રાજ્યોના બોર્ડની માર્કશીટના આધાર પર આ તમામ વિદ્યાર્થીઓ પ્રવેશ લીધો હતો.

૬૨માંથી એક વિદ્યાર્થીએ તો ૨ વર્ષ સુધી સ્મ્મ્જીનો અભ્યાસ પણ પૂર્ણ કરી લીધો હતો.તમિલનાડુ, કેરલા, રાજસ્થાન તથા મહારાષ્ટ્રની અલગ અલગ સંસ્થાઓની માર્કશીટની યુનિવર્સિટીએ ખરાઈ કરતા ભાંડો ફૂટ્યો અને તમામના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે. સુરતમાં બોગસ તબીબ સર્ટિફિકેટ,બોગસ ર્નસિંગ કોલેજ બાદ હવે બોગસ નકલી માર્કશીટનું કૌભાંડ બહાર આવ્યું છે.

દક્ષિણ ગુજરાત ગિરનાર નર્મદ યુનિવર્સિટીની તેમજ સાથે સંકળાયેલા કોલેજોમાં દર વર્ષે ૭૦ થી વિદ્યાર્થીઓ એડમિશન મેળવતા હોય છે. આ વિદ્યાર્થીઓ પૈકી ૭ હજાર અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ એડમિશન મેળવતા હોય છે. પરંતુ અન્ય રાજ્યના વિદ્યાર્થીઓએ બોગસ ધોરણ ૧૨ ની માર્કશીટ રજૂ કરી ખોટી રીતે એડમિશન કર્યું હોવાનું સામે આવ્યું છે.

એક નહિ પરંતુ ૬૨ જેટલા વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષમાં બોગસ સર્ટિફિકેટ રજૂ કરી એડમિશન મેળવ્યા હતા. વીર નર્મદ યુનિવર્સિટી આ તમામ વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ વેરીફાઇ કરતા બોગસ હોવાનું સામે આવ્યું હતું. પકડાયેલી તમામ માર્કશીટ તામિલનાડુ, એનઆઈઓએસ, કેરલા, રાજસ્થાન તથા મહારાષ્ટ્રની અલગ-અલગ સંસ્થાઓની હતી.

આ ૬૨ વિદ્યાર્થીઓમાંથી એક બોગસ વિદ્યાર્થીએ તો ૨ વર્ષ સુધી એમબીબીએસનો અભ્યાસ કર્યો છે. બીજાએ એલએલબીનો અભ્યાસ પૂર્ણ પણ કરી લીધો તો ત્રીજાએ બી.કોમમાં પ્રવેશ લઈ અભ્યાસ ચાલુ કરી દીધો હતો. યુનિવર્સિટી અન્ય રાજ્યો માંથી પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની માર્કશીટ ક્રોસ વેરિફિકેશન કરાતા રેકેટ પકડાયું છે. આ મામલે વીર નર્મદ યુનિવર્સિટીએ એડમિશન મેળવેલ તમામ વિદ્યાર્થીઓના એડમિશન રદ કરી દીધા છે.

સાથે જે વિદ્યાર્થીઓએ ડિગ્રી મેળવી લીધેલો હોય તેમની માર્કશીટ પણ રદ કરી દેવામાં આવી છે. સાથે જે તે લાગતા કોલેજોને સર્ટિફિકેટની ખરાઈ કર્યા બાદ જ એડમિશન કરાવવા સૂચન કરાયું છે. વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડૉ કિશોરસિંહ ચાવડા એ જણાવ્યું હતું કે દર વર્ષે વીર નર્મદ યુનિવર્સિટીમાં પ્રથમ સત્રમાં ૭૦ જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતા હોય છે.

જેમાં ૬-૭ હજાર વિદ્યાર્થીઓ આપની યુનિવર્સિટી તથા અન્ય ગુજરાત બોર્ડ સિવાયના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે. યુનિવર્સિટી પોતાના ખર્ચે જે તે યુનિવર્સિટી પાસેથી સર્ટિફિકેટની ખરાઈ કરતા હોય છે.

ખરાઈના આધારે જે તે યુનિવર્સિટી, બોર્ડ લખીને આપતું હોય છે કે આ અમારા બોર્ડની કે યુનિવર્સિટી ની માન્યતા માર્કશીટ નથી. એના આધારે ૬૨ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ થઈ ગયા છે. માર્કશીટ રદ કરી છે. જે વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવી છે તેઓની ડિગ્રી પણ રદ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.