સુરતથી બેંગકોક, મલેશિયા, સિંગાપોરની ફ્લાઈટ મળશે

પ્રતિકાત્મક
સુરત, સુરતીઓ માટે આનંદના સમાચાર છે. આગામી વર્ષથી સુરતને વધુ આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી મળવાના સંભાવના છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાને સુરત ડાયમંડ બુર્સ શરૂ થાય એટલે તુરંત જ સુરતને મળતી આંતરરાષ્ટ્રીય કનેક્ટિવીટી મામલે સરકાર તરફથી ચોક્કકસ જાહેરાત થાય તે અગાઉ સુરત એરપોર્ટ માટે લડત ઠઆપી રહેલી એક્શન કમિટીએ સુરતને ટૂંક સમયમાં ત્રણ નવી આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી મળવાની સંભાવના વ્યક્ત કરી છે.
શહેરના એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે લડત આપી રહેલા સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ સંજય ઈઝાવાએ કહ્યું હતું કે, શહેરને ટૂંક સમયમાં બેંગકોક, મલેશિયા અને સિંગાપોર જેવા આંતરરાષ્ટ્રીય સ્થલો સાથે જોડવામાં આવે તેની તૈયારીઓ ચાલી રહી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા બેંગ્કોક – સુરત આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા ફેબ્રુઆરી ૨૦૨૪થી શરૂ કરવામાં આવે તેમ છે.
સપ્તાહમાં ૩ દિવસની કનેક્ટિવિટી સુરત અને બેંગકોક એર ઈન્ડિયા એક્સપ્રેસ આપે તેમ છે. આ માટે એરલાઈન્સે નવા એરક્રાફ્ટ અંગેની કેબીન ક્રૂ ટ્રેનિંગ પણ પૂર્ણ કરી છે. હાલ એરલાઈન્સ નવા એરક્રાફ્ટની રાહમાં છે.
એર ઈન્ડિયા એક્સપ્રેસ બેંગકોક બાદ નજીકમાં સુરત-મલેશિયા અને સુરત-સિંગાપોર વાયા મુંબઈ અઠવાડિયામાં ૩ દિવસ શરુ કરવાનું પણ આયોજન ધરાવે છે. આ સિવાય સુરત-મલેશિયા અને સુરત-સિંગાપોર માટે એરએશિયા અથવા વિસ્તારની સર્વિસ શરૂ કરવાનું આયોજન હોવાનું જાણવા મળ્યું છે.