Western Times News

Gujarati News

કોરોનાના લક્ષણો દેખાતા પરિણીતાએ જીવન ટૂંકાવ્યું

સુરત: સુરતમા કોરોના વાયરસનાં લક્ષણો જણાતા પરિવારને સંક્રમણ ન થાય તેની ચિંતા કરનાર પરિણીતાએ ગળંફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું છે. પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ ફરિયાદ હાથ ધરી છે. (Surat woman committed suicide after getting symptoms of Corona) આ અંગે મળતી વિગતો પ્રમાણે, મૂળ હરિયાણાના પાનીપતના વતની (Resident of Hariyana Panipat) હતા. તેમના પતિ રીંગરોડના મિલેનિયમ માર્કેટ-૨માં કપડાની દુકાન ધરાવે છે. ગોપાલકિશને સરોજ સુરતમાં વેસુ રોડ પર ફ્લોરેન્સની બાજુમાં નંદની એકમાં રહેતા પરિવાર સાથે રહે છે.

જોકે, તેમાંય પત્નીને છેલ્લા બે -ચાર દિવસથી તાવ ખાંસી સહિતની તકલીફ હોવાથી સુનિતાબેન જાતે ઘરમાં આઈસોલેશન થઈ ગયા હતા. પરિણીતાને મનમાં કોરોના થવાના વિચારો આવતા હોવાથી તે ટેન્શનમાં રહેતા હતા. પરિવારજનો તેમને કોરોના ટેસ્ટ કરાવવા લઇ જવાના હતા.

તે પહેલા તેમને કોરોની બીક હતી કે, તેમને કોરોના પોઝિટિવ આવશે તો તેમની સાથે પરિવારના સભ્યો પણ હેરાન થઇ જશે. જેને લઈને આવેશમાં આવી જઈને ગતરોજ સવારે પોતાના ઘરે બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. જોકે પરિવારે આ મામલે પોલીસને જાણકારી આપતા પોલીસ પણ બનાવવાળી જગ્યા પર પોંહચીને તપાસ શરુ કરી હતી.

જોકે, આ મહિલાને કોરોના લક્ષણ દેખાતા પીએમ પહેલા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા તે પોઝિટિવ આવતા આ મહિલાન કોરોના ગાઈડ લાઇન પ્રમાણે તમામ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે શહેરમાં અન્ય એક પરિણીતાએ પણ આપઘાત કરતા ચકચાર મચી ગઇ છે. ઇન્દિરાનગર મેઇન રોડ, ગુરુજીનગર-૨માં રહેતી હેતલ અમિતભાઇ ટાંક નામની પરિણીતા કેટલાક સમયથી તેના તામશી સ્વભાવને કારણે જીદ્દી થઇ ગઇ હોય કંટાળીને ઘરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.