4 સંતાનની માતા સાથે લિવ ઈનમાં રહેતા યુવાનનું શંકાસ્પદ મોત
સુરતમાં કોહવાયેલી હાલતમાં યુવકનો લટકતો મૃતદેહ મળ્યો
સુરત, સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય યુવકની તેના જ ઘરમાં કોહવાયેલી હાલતમાં લટકતો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ચાર સંતાનની માતા સાથે લિવ ઈનમાં રહેતા યુવાનના શંકાસ્પદ મૃત્યુ અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ મૂળ મધ્ય પ્રદેશનો વતની અને હાલ સુરતમાં પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં રહેતો ચતુરેશ મૃનિલાલ વર્મા (ઉ.વ.ર૦) નામના યુવકની તેના જ ઘરમાંથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
તેના રૂમમાંથી ખૂબ જ દુર્ગંધ આવતી હોવાથી આસપાસના લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે દોડી જઈ તપાસ કરતા ચતુરેશનો કોહવાયેલી હાલતમાં લટકતો મૃતદેહ મળી આવ્યો હતો.
જેથી પોલીસે જરૂરી કાર્યવાહી કરી લાશને ફોરેÂન્સક પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ચતુરેશ પ્રિન્ટીંગ મીલમાં કામ કરતો હતો. છ મહિના પહેલાં ચાર સંતાનોની માતા સાથે પ્રેમ થતાં તે તેની સાથે લીવ ઈન રિલેશનમાં રહેતો હતો.