Western Times News

Gujarati News

કામ ન કરવા યુવકે પોતાની જ આંગળીઓ કાપી નાંખી

આંગળી કાપવાના કેસમાં ખુદ ફરિયાદી જ નીકળ્યો આરોપી

(એજન્સી)સુરત, સુરત શહેરમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે.સુરત માં કામ કંટાળી યુવકે જાતે જ પોતાની ૪ આંગળીઓ કાપી કાપી નાંખી છે. પરિવારજનોથી વાત છુપાવવા યુવકે તાંત્રિકવિધિની સ્ટોરી ઉપજાવી કાઢી હતી. જોકે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની પૂછપરછમાં યુવક પડી ભાંગ્યો હતો અને જાતેજ આંગળી કાપી હોવાનું સ્વીકાર્યું હતું.

કતારગામ ડભોલી ચાર રસ્તા પાસે શ્રીનગર સોસાયટીમાં રહેતા અને જ્વેલરી શોપમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરનાર મયુર તારાપરા આઠમી ડિસેમ્બરના રોજ મિત્રને મળીને ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે તેમને વરિયાવ બ્રિજ પાસે કોઈ બેભાન કરી હાથની ચાર આંગળીઓ કાપી ચોરી નાસી ગયા હતા. આ થીયરી પોતે ફરિયાદી મયુરે તારાપરાએ પોલીસને જણાવી હતી અને આશંકા વ્યક્ત કરી હતી કે તેની આંગળીઓ તાંત્રિક વિધિમાં બલી માટે આપવામાં આવી હોય એવું તેને લાગી રહ્યું છે.

ફરિયાદી મયુરની ફરિયાદ અને તેની થીયરી મુજબ અમરોલી પોલીસે તપાસ હાથ ધરી હતી. સ્થળ પર જઈને પણ તપાસ કરવામાં આવી પરંતુ ત્યાં લોહીના એક પણ ટીપા મળ્યા નહોતા. મયુર ને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા બીજી બાજુ પોલીસ સીસીટીવી ફૂટેજ ની પણ તપાસ કરવામાં આવી પરંતુ કોઈ વ્યક્તિ સીસીટીવી ફૂટેજમાં દેખાયો નહોતો.

આપણે કઈ રીતે મયુર ની આંગળીઓ કોઈ કાપીને નાસી ગયો અને શા માટે આ કૃત્ય કર્યું તે પોલીસ માટે માથાનો દુખાવો હતો. આ વચ્ચે સ્થળ તપાસ બાદ પોલીસ વારંવાર મયુર ની પણ પૂછપરછ કરી રહી હતી. પરંતુ મયુર જે ઘટના અંગે વિગતો આપી રહ્યો હતો તે અને સ્થળની સ્થિતિથી મેચ થતો નહોતો આખરે પોલીસે દબાણપૂર્વક તેની પૂછપરછ હાથ ધરી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.