સુરતની લેબગ્રોન ડાયમંડ્સ કંપની દ્વારા 175 વર્ષ જુના હનુમાનજી મંદિરમાં ઇકો-ફ્રેન્ડલી ડાયમંડનો મુગુટ અર્પણ કરાશે
સાળંગપુર, સાળંગપુર હનુમાન મંદિર ખાતે તા. ૧૬ નવેમ્બર, ૨૦૨૩ના રોજ એક ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગ “શ્રી કષ્ટભંજનદેવ શતામૃત મહોત્સવ” આકાર લેવા જઇ રહ્યું છે
જેમાં સુરતના ભંડેરી લેબગ્રોન ડાયમંડ્સ પરિવાર દ્વારા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ઇકોફેન્ડલી ડાયમંડજડિત સુવર્ણમુગુટ અર્પણ કરવામાં આવશે. આ શતામૃત મહોત્સવ સાળંગપુર ખાતે હનુમાનજી બિરાજમાન થયા તેના ૧૭૫ વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે આયોજિત થયેલ છે. Surat’s Renowned Diamond Merchant Bestows 175-Year-Old Hanuman Temple.
એક દંતકથા અનુસાર, જ્યારે ગોપાલાનંદ સ્વામીએ હનુમાનદાદાની પ્રતિમા સ્થાપિત કરી ત્યારે પ્રતિમાને લોખંડના સળિયા સાથે સ્પર્શ કરાતા પ્રતિમા જીવંત થઇ અને હલનચલન કરવા લાગી હતી. ત્યારથી આ આધ્યાત્મિક ગાથા આ મંદિરમાં આધિ-વ્યાધિના ઉપચાર માટે એક પરંપરા તરીકે પ્રસ્થાપિત થઇ છે અને તે એક અનોખી આધ્યાત્મિક ઉપચારનું કેન્દ્ર પણ બની ગયું છે. શ્રી હનુમાનદાદાની પ્રતિમા પર દ્વારા 1000 ગ્રામ (એક કિલો) સોનુ અને દ્વારા 7200 ડાયમંડ્સમાંથી બનેલ સુવર્ણજડિત મુગુટ અર્પણ કરવામાં આવનાર છે.
સાળંગપુર હનુમાન મંદીર ખાતે ૧૬ નવે.૨૦૨૩ના રોજ આયોજિત ઐતિહાસિક પ્રસંગમાં સન્માનિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે જેમાં ભંડેરી લેબગ્રોન ડાયમંડ્સના સ્થાપકો શ્રી મગનભાઇ ભંડેરી, શ્રી ઘનશ્યામભાઇ ભંડેરી, અને શ્રી પ્રકાશભાઇ ભંડેરીનો સમાવેશ થાય છે.
સારંગપુર ખાતે આ શતામૃત મહોત્સવ નિમિતે વડતાલ ગાદી પીઠાધિપતિ પરમપૂજ્ય ધર્મધુરંધરશ્રી ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદ મહારાજ, કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી તથા અન્ય સંતો-મહંતો ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવશે.
ઘનશ્યામભાઇ ભંડેરી એ ભંડેરી લેબગ્રોન ડાયમંડસના એક સ્વપ્નદ્રષ્ટા અને સ્થાપક છે, જેમણે 2003થી હીરા ક્ષેત્રે અનેક પરિવર્તિનશીલ સીમાચિહ્નરૂપ સાફલ્યગાથાની શરૂઆત કરી જે આજે એક મિસાલ બની ગઇ છે. તેમણે વિશ્વ ફલક પર ઘેર ઘેર સુધી લેબગ્રોન હિરા પહોંચે તેવા વિઝન સાથે લેબગ્રોન ડાયમંડ્સનો પાયો નાંખ્યો હતો. આ ઉપરાંત વેશ્વિક બજારમાં ભંડેરી લેબગ્રોન ડાયમંડ્સ એક અનોખુ સ્થાન પ્રાપ્ત કરે તેના માટેના તેમના અથાગ પ્રયાસો રહ્યાં છે.
માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદીની મેઇક ઇન ઇન્ડિયાની યાત્રામાં લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગનો પણ અમૂલ્ય ફાળો છે અને તેના પ્રતિકરૂપે વડાપ્રધાનશ્રી દ્વારા તેમની અમેરિકાની વિઝીટ દરમ્યાન 7.5 કેરેટનો લેબગ્રોન હિરો અમેરિકાની પ્રથમ લેડીને ભેટમાં પણ આપ્યો હતો. અને વૈશ્વિક સ્તરે આ ઘટનાની નોંધ લેવાયેલ હતી.
લેબગ્રોન ડાયમંડ લેબોરેટરીમાં ઉગાડવામાં આવે છે અને આ ડાયમંડ ફીઝીકલી, કેમિકલી અને ઓપ્ટીકલી નેચરલ હિરા સમાન હોય છે. લેબગ્રોન ડાયમંડ પર્યાવરણને કોઇપણ રીતે નુકશાનકર્તા નહીં હોવાથી આખા વિશ્વમાં ઇકો-ફ્રેન્ડલી ડાયમંડ તરીકે પ્રચલીત થયાં છે. લેબગ્રોન ડાયમંડના ઉત્પાદનમાં ભારત અત્યારે વિશ્વમાં અગ્રેસર સ્થાન ધરાવે છે.