સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પીટલના તબીબ સામે નર્સે કરેલા ગંભીર આક્ષેપો
વઢવાણ, સુરેન્દ્રનગર શહેરની સી.યુ.શાહ મેડીકલ કોલેજને સાચા-ખોટા વિવાદમાં રહ્યા વગર ફાવતુ નથી લાગતુ. એક પછી એક વિવાદમાં રહેતી વિવાદાસ્પદ સદર કોલેજ ફરી એકવાર વિવાદમાં આવી છે.
આ હોસ્પીટલમાં નવા આવેલા ડોક્ટર વસાવા સામે અવારનવાર ઓફિસમાં બોલાવીને અઘટીત માંગણી કરવામાં આવતી હોવાની વર્ષોથી નોકરી કરતી નર્સે આક્ષેપ કર્યો છે.
આ નર્સે આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે મને એવાર તો બહાર પણ બોલાવી હતી. પરંતુ તેમની વાત ઉપર ધ્યાન ન દેવાના કારણેે તેમને દબાણ લાવી અને મારૂ રાજીનામુ લખાવી લીધુ છે. અને નોકરી સમયે આપેલા મે કાગળો ખોટા હોવાનું જણાવી અને મારૂ રાજીનામુ લઈ લીધુ છે. તેમણે જણાવ્યુ હતુ કે સંસ્થાના આગેવાનો અને ટ્રસ્ટીઓને તમે જાણકારી આપી છે. ત્યારે તેણે ટ્રસ્ટ કે ટ્રસ્ટના આગેવાનોનેેેે આ અંગેની જાણકારી આપી ન હોવાનું જણાવ્યુ હતુ.
મહિલા દ્વારા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે ત્યારે સત્યતા બહાર લાવવા માટેે ટ્રસ્ટીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવે એવી હાલમાં માંગણી પણ થઈ રહી છે. આ ઉપરાંત સી.ઓ.વસાવા પોલીસ તંત્રને પણ ધાકધમકી આપતા હોવાનુૃ મહિલા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. તાત્કાલિક ધોરણે તપાસ થાય એવી માંગ પણ કરવામાં આવી છે. ત્યારે અન્ય કર્મચારીઓનું પણ શોષણ થતુ હોવાનુૃ હાલમાં આક્ષેપ સાથે જણાવવામાં આવ્યુ છે.