સુરેન્દ્રનગરનું માલધારી રાસ મંડળ દિલ્હીની લાલ કિલ્લા પરેડમાં ઝાલાવાડની ઝાંખી કરાવશે
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરનું માલધારી રાસ મંડળ લાલ કિલ્લા પરેડમાં ભાગ લેવા પસંદગી પામ્યું છે. ગ્રુપના ર૦ કલાકાર જયારે વડાપ્રધાન દિલ્હીના લાલ કીલ્લા પર ધ્વજવંદન કરશે ત્યારે કલા રજુ કરી ઝાલાવાડી સંસ્કૃતિની ઝાંખીનો જમાવટ કરશે.
સુરેન્દ્રનગર જીલ્લો અનેક લોકસંસ્કૃતિ લોકજીવન અને લોકનૃત્યો માટે જાણીતો છે. તેમાં ખાસ કરીને ભરવાડ સમાજનાં યુવાનો દ્વારા લેવાતા હુ્ડો, ગોફરાસ આકર્ષક હોયછે.
આવા રાસ માટે સુરેન્દ્રનગરની જોરાવરનગર માલધારી રાસ મંડળી દેશ વિદેશમાં જાણીતી છે. આ મંડળની ર૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નીમીત્તે લાલ કિલ્લા પરેડમાં ભાગ લેવા પસંદગી થઈ છે. આ અંગે ગ્રુપમાં લીડરપ્રદીપ પરમારે જણાવ્યું હુતં કે આ ગ્રુપની સ્થાપના માલધારી સમાજની પરંપરાગત સંસ્કૃતિ જાળવવાના હેતુથી આશરે ૩પ પહેલા ૧૯૮૯માં કરવામાં આવી હતી.
ભગવાન શ્રી કૃષ્ણ જયારે ગોકુલમાં હતાં ત્યારે વૃંદાવનમાં ગાયો ચરાવવા જતા તે સમયે તેમના ગોપમીત્રો સાથે અને ગોપીઓ સાથે અનેક પ્રકારના રાસ રમતા તે રાસ અમે કરીએ છીએ. જેમાં રાસ, હુડો રાસ, ગોફ, રાસ ત્રણ તાળી ટીટોડા, રાસ અને છત્રી રાસ વગેરે રજુ કરીએ છીએ.
અમારું રાસ ગ્રુપ ગુજરાત સરકારના મોટાભાગના ઉજવણી જેવી કે ૧પમી ઓગષ્ટ હોય કે ર૬મી જાન્યુઆરી, કાંકરીરયા કાર્નીવલ વાઈબ્રન્ટ નવરાત્રી હોય કે કોઈ પણ મેળા હોય દરેક જગ્યાએ પર્ફોમન્સ આપીને ઝાલાવાડનું નામ રોશન કરે છે. અંબાણી પરીવારનું મેરેજ ફંકશન જામનગરમાં થયું ત્યારે તેમજ ગીફટ સીટી ગાંધીનગરમાં થયેલ બોલીવુડના સૌથી લોકપ્રીય એવોર્ડ આઈફા એવોર્ડમાં પણ રાસ મંડળીએ પોતાનું કૌશલ્ય રજુ કર્યું હતું.
ગુજરાતમાં જ નહી પણ બીજા રાજય અને વિદેશમાં પણ અનેક પ્રોગ્રામ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. હાલ આ ગ્રુપની ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા પસંદગી થતા ર૦ કલાકારો જયારે ર૬ જાન્યુઆરીએ દિલ્હીના લાલ કિલ્લા પર ધ્વજવંદન થશે ત્યારે ઝાલાવાડની સંસ્કૃતિની ઝાંખી કરાવશે.