Western Times News

Gujarati News

58 વર્ષીય દર્દીના જમણા ખભાની, તાણીયાની ઈજાની સર્જરી વોકહાર્ટ હોસ્પિટલ્સ રાજકોટમાં સફળતાપૂર્વક કરાઈ

પ્રતિકાત્મક

રાજકોટ : વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના નિષ્ણાંત ડોક્ટર હાર્દિક ધમસાણિયા ખભા અને ઘૂંટણ માટેની સારવારના સુપરસ્પેશિયાલિસ્ટ છે. તેઓ પોતાની સૂઝ-બુઝથી દર્દીથી તકલીફ દૂર કરવામાં અગ્રેસર રહે છે. તાજેતરના કેસની વાત કરીએ તો એક 58 વર્ષીય પુરુષ દર્દીને પડી જવાથી ખભાના સાંધામાં ઈજા થઈ હતી.

શરૂઆતમાં, એક એક્સ-રે કરવામાં આવ્યો, જે સામાન્ય દેખાયો. પરંતુ દર્દીને એક મહિના પછી પણ તેમનો હાથ 90 ડિગ્રીથી ઉપર ઉઠાવવામાં તકલીફ પડી રહી હતી. તેથી ચિંતિત થઈને તેઓ ટ્રોમા અને આર્થ્રોસ્કોપીના નિષ્ણાત ડૉ. હાર્દિક ધમસાણિયા પાસે સારવાર અર્થે ગયા.

ડૉ. હાર્દિક ધમસાણિયા (કન્સલ્ટન્ટ, આર્થોસ્કોપી, આર્થ્રોપ્લાસ્ટી અને ટ્રોમા સર્જન. વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ) Dr Hardik Dhamsania, Wockhardt Hospital, Rajkot, Gujarat એ જણાવ્યું હતું કે,”દર્દીનું જમણા ખભાનું એમઆરઆઈ કરવામાં આવ્યું હતું, જેમાં રોટેટર કફની ઇન્જરી બહાર આવી હતી જેમાં સુપ્રાસ્પિનેટસ (એસએસપી) ટેન્ડનના કમ્પ્લિટ ટીયર અને ઈન્ફ્રાસ્પિનેટસ (આઈએસપી) ટેન્ડનના પાર્શીયલ ટિયરનો સમાવેશ થાય છે. દર્દીએ સબએક્રોમિયલ ડીકમ્પ્રેશન સાથે આર્થ્રોસ્કોપિક રોટેટર કફ રિપેર કરાવ્યું હતું.

Dr Hardik Dhamsania, Wockhardt Hospital, Rajkot, Gujarat

આ મીનીમલ ઇન્વેઝીવ પ્રોસિજર ત્રણ કીહોલ ચીરોનો ઉપયોગ કરીને કરવામાં આવી હતી. ટેન્ડનને ફરીથી  જોડવા માટે સ્યુચર એન્કરનો ઉપયોગ કરીને ફરીથી જોડી દેવામાં આવી હતી.”

સર્જરી બાદ દિવસ માં રજા આપવામાં આવી. સર્જરી પછીના 15 દિવસ પછી રિહેબિલિટેશન શરૂ કરવામાં આવ્યું હતું. સર્જરીના એક મહિના પછી, દર્દી દૈનિક નિયમિત પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવામાં સક્ષમ હતા.સમય જતાં, દર્દીએ સંપૂર્ણ શક્તિ અને ગતિશીલતા પ્રાપ્ત કરી.

મિનિમલી ઈન્વેસિવ સર્જરીના કારણે હોસ્પિટલમાં ઓછા સમય માટે રોકાવું પડે છે , ઇન્ફેક્શનનું જોખમ ઓછું રહે છે, ઝડપથી હલન ચલન કરી શકે છે અને સર્જરી પછીની સ્કાર પણ ન્યૂનતમ રહે છે.

દર્દીએ આખરે નોંધપાત્ર સુધારો અનુભવ્યો, ખભાની ક્રિયા સામાન્ય કરવા માટે  અને મિનિમલી ઈન્વેસિવ સર્જરીના ફાયદાઓથી લાભ મેળવ્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.