સુરીનામ : દેશની બહાર પણ એક હિન્દુસ્તાન
સુરીનામની નદીનું નામ શ્રી રામ અને દર વરસે કુંભનું પણ આયોજન
હિન્દુસ્તાન અત્યારે વિશ્વના મજબુત રાષ્ટ્ર તરીકે ગણાવા લાગ્યું છે. વિશ્વ ગુરુ થવા તરફ ઝડપભેર આગળ વધી રહ્યું છે. હમણા અરુણાચલના તવાંગમાં ચીનાઓને હિન્દુસ્તાની વીરોએ ધોઈ નાખ્યા. આ પહેલા ગલવાન ઘાટીમાં પણ પછડાટ આપી હતી. ૧૯૬રમાં ચીન સામે હિન્દુસ્તાન પાછું પડ્યું હતું પરંતુ ૧૯૬૭માં ચીનાઓને ઉંધે માથે પાડી હિન્દુસ્તાની જવામંદોએ વાવટા ફરકાવી દીધા હતા. સનાતન ધર્મનીએ વિશેષતા છે કે, આખું વિશ્વ તેનાથી પ્રભાવિત થતું જ રહ્યું છે. થોડા સમય પહેલા પૂરીના શંકરાચાર્ય નિશ્વલાનંદજી
સરસ્વતીએ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે, વિશ્વના નવ દેશ હિન્દૂધર્મી તરીકે જાહેર થવા તૈયાર છે. અમેરિકાની દ્વિપની ઉત્તર દિશામાં આવેલા સુરીનામ દેશે સનાતન ધર્મીઓની વસ્તીથી ભરેલો છે. આ દેશની પૂર્વ બાજુ ફ્રેન્ચ ગુયાના અને પશ્ચિમ ગયાના છે. દક્ષિણ બાજુ બ્રાઝિલ છે. ર૦૧પના આંકડા મુજબ સુરીનામમાં દોઢ લાખ જેટલા હીન્દુ છે. જે વસતિના ર૩ ટકાથી વધુ થાય છે. તેની બાજુમાં જ ગુયાના છે ત્યાં રપ ટકા હિન્દુ વસે છે. આમ, પશ્ચિમ ગોળાર્ધમાં ગુયાના પછી હિન્દુઓની ટકાવારીમાં બીજા સ્થાને સુરીનામ છે. સુરીનામમાં હિન્દુ પહોંચ્યા તે વાત ત્રિનિદાદ, ટોબેગો અને ગુયાના જેવી જ છે. આ દેશોમાં ભારતીય મૂળના લોકો ગિરમીટીયા તરીકે ૧૮૭૩માં ગયા હતા. આ કારણે ત્યાં ભારતીય સંસ્કૃતિ પણ ખૂબ ફેલાયેલી છે. આ ત્રણે દેશ એવા છે જયાં એવું લાગે કે, ભારત બહાર પણ હિન્દુસ્તાન વસે છે.
૧૮૭૩થી ૧૯૧૬ સુધી મઝદૂરી માટે લઈ જવાયેલા લોકોના વારસદારો અત્યારે સનાતનને સરસ રીતે સાચવીને બેઠા છે. ત્રિનિદાદ, ટોબેગો અને સુરીનામ દ્વિપ સમૂહમાં ક્રિશ્ચિયન વસતિ ૪૦ ટકા, હિન્દુ ધર્મી રપ ટકા અને ઈસ્લામ અનુયાયી ૭ ટકા છે. ૧.૯ ટકા લોકો પોતાને નાસ્તિક પણ ગણાવી રહ્યા છે. અંગ્રેજીનું પ્રભુત્વ છે પરંતુ ભોજપુરી ભાષાનો દબદબો છે. સુરીનામ ઉપર નેધરલેન્ડનું રાજ હતું. ૧૯૭પમાં આઝાદ થયું. સુરીનામમાં સેંકડો હિન્દુ મંદિર અને ધર્મ સ્થાનકો છે. હિન્દુસ્તાનના પૂર્વી વિસ્તારના લોકો મુખ્યત્વે વસી ગયા છે. સુરીનામની વસતિ પાંચ લાખથી વધુ છે. તેમાં ૩૮ ટકા હિન્દુસ્તાની છે. ત્યાં હિન્દુ સમાજનું પ્રભુત્વ કેવું છે તેનું એક ઉદાહરણ એક નદી છે. સુરીનામની એક નદીનું નામ શ્રીરામ છે. એટલું જ નહીં તેની રાજધાની પારામારીબોમાં દર વરસે કુંભનું આયોજન થાય છે.
હિન્દુસ્તાનમાં સૂર્ય પૂજા અને છઠ્ઠ પૂજા- થાય છે, તેમ સુરીનામમાં સનાતની લોકો પણ કરે છે અને જે કુંભનું આયોજન થાય છે. તેને સૂર્ય કુંભ કહેવામાં આવે છે. અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ છે પણ એ અંગ્રેજી ડચ મિશ્રિત છે પરંતુ ભોજપુરી અને હિન્દી ભાષાનો બહોળો ઉપયોગ છે. હિન્દી જાણનારા પણ ત્યાં સરળતાથી વ્યવહાર ચલાવી શકે છે. સુરીનામમાં ૧૯૭૮માં ભારતીય સાંસ્કૃતિક કેન્દ્ર શરૂ થયું હતું જે કથક, યોગ, ભારતીય નૃત્ય અને શાસ્ત્રીય સંગીતનો પ્રચાર અને પ્રસારકરે છે. ઈસ્કોનની શાખા પણ કાર્યરત છે. સુરીનામ સાથે હિન્દુસ્તાનના સંબંધ ખૂબ જ ઘનિષ્ટ છે. હિન્દુસ્તાન ભરપુર સામગ્રી મોકલે છે.
કહેવાય છે કે, ડચ લોકો ભારતીય મઝદુરોને ખેતી કામ માટે સુરીનામ લઈ ગયા. પહેલી ખેપમાં ૩૬ હજાર લોકો હતા ત્યારે તેમને ભગવાન શ્રીરામની પવિત્ર ભૂમિ ઉપર લઈ જવાના છે, તેવી લાલચ અપાઈ હતી મુખ્યત્વે બિહારના લોકોએ વરસો પછી નદીને ભગવાન શ્રીરામના નામ સાથે જાેડી દીધી છે. શંકરાચાર્યજીએ ૧પ દેશ હિન્દુ થવા તૈયાર હોવાનું કહ્યું તેના નામ જાહેર કર્યાં નથી પરંતુ સંભવતઃ તેમાં સુરીનામ અને તેની પાસેના દ્વિપના રાષ્ટ્ર પણ હોઈ શકે છે. અત્યારે તો હિન્દુસ્તાન બિનસાંપ્રદાયિક છે અને નેપાળ એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર હતું. તેણે પોતાની આ ઓળખ મિટાવી દીધી છે.