Western Times News

Gujarati News

નવા વર્ષે સૂર્યના પ્રથમ કિરણ સાથે સમગ્ર ગુજરાતમાં થયા સૂર્ય નમસ્કાર

મહેસાણા, આજે નવા વર્ષના પહેલા દિવસે મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય કક્ષાના સૂર્યનમસ્કાર સમારોહમાં ૨૫૦૦થી વધુ લોકોએ એક સાથે સૂર્યનમસ્કાર કર્યા છે. રાજ્યકક્ષાના મોઢેરા કાર્યક્રમ સહિત રાજ્યના વિવિધ ૧૦૭ આઇકોનીક સ્થળોએ આયોજીત સૂર્યનમસ્કાર કાર્યક્રમને ગ્રીનીસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં પણ આ કાર્યક્રમ નોંધાય તેવુ આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લામાં શર્મિષ્ઠા તળાવ અને હાટકેશ્વર મંદિર ખાતે સૂર્ય નમસ્કાર થયા છે.

ગુજરાત રાજય યોગ બોર્ડ, રમતગમત યુવા અને સાંસ્કૃતીક પ્રવૃતીઓના વિભાગ દ્વારા રાજયવ્યાપી સુર્ય નમસ્કાર મહાઅભિયાનનું આજે પહેલી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ આયોજન કરાયુ છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે જિલ્લા વહીવટી તંત્ર વર્ચ્યુઅલી જોડાયા હતા. સુર્યના પ્રથમ કિરણ સાથે આજે સામુહીક સુર્ય નમસ્કાર કરીને ગુજરાત રાજય વિશ્વ વિક્રમ સ્થાપવા જઈ રહ્યુ છે.

વર્ષ નો પ્રથમ દિવસ અને એમાં પણ સૂર્યની પ્રથમ કિરણ જે સૂર્ય મંદિર ઉપર પડે છે એવા સૂર્ય મંદિર ખાતે ગુજરાત ના યુવાઓ સાથે આજે સૌથી વધારે સંખ્યા માં સૂર્યનમસ્કાર કરવાનો વીશ્વ વિક્રમ નોંધીશુ.

આ અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સોશિયલ મીડિયામાં જણાવ્યુ હતુ કે, ‘વર્ષ નો પ્રથમ દિવસ અને એમાં પણ સૂર્યની પ્રથમ કિરણ જે સૂર્ય મંદિર ઉપર પડે છે એવા સૂર્ય મંદિર ખાતે ગુજરાત ના યુવાઓ સાથે આજે સૌથી વધારે સંખ્યા માં સૂર્યનમસ્કાર કરવાનો વીશ્વ વિક્રમ નોંધીશુ. ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં રાજ્યમાં ૧૦૮ સ્થળો ઉપર ગુજરાતીઓ સૂર્યનમસ્કારમાં જોડાશે.

મોઢેરા સૂર્યમંદિર ખાતે ૧ જાન્યુઆરીના રોજ સવારે ૭.૩૦ કલાકે યોજાયો છે. આ અંગે જિલ્લા કલેકટર ડો ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, નવા વર્ષના પ્રથમ દિવસે રાજ્યકક્ષાના સમારોહ દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન માટે પ્રોત્સાહિત કરવાનો છે.

જિલ્લા કલેકટર ડો ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, મોઢેરા સૂર્યમંદિર ખાતે સૂર્યની ઉપાસના કરવાના રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત રાજ્ય કક્ષાનો સન્માન સમારોહ યોજાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.