Western Times News

Gujarati News

સુષ્મિતાએ એક્ટર, બિઝનેસમેન અને મોડલને ડેટ કર્યા છે

મુંબઈ, સુષ્મિતા સેન આજે પોતાની કારકિર્દીની ટોચ પર છે. ‘તાલી’ અને ‘આર્યા ૩’માં તેમના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. થોડા દિવસો પહેલા, અભિનેત્રીએ તેની કારકિર્દીના તે તબક્કા વિશે જણાવ્યું હતું જ્યારે તેણે તેની પુત્રી રિની સેન માટે અક્ષય કુમાર અને કરીના કપૂરની ફિલ્મ છોડવી પડી હતી. આ ફિલ્મમાં તે લીડ રોલ પણ કરી રહી હતી.

સુષ્મિતાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેણે ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે જ છોડવું પડ્યું હતું, કારણ કે તેની પુત્રી રિની ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ અનુસાર, અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે, ૨૪ વર્ષની ઉંમરમાં એક છોકરીને દત્તક લીધી હોવાથી તે સમયે લોકો કહેતા હતા કે તે તેના કરિયરને ગંભીરતાથી લઈ રહી નથી.

સુષ્મિતાએ કોઈની વાત પર ધ્યાન ન આપ્યું અને ફ્લાઈટ લઈને દીકરી પાસે પાછી આવી ગઈ હતી. નિર્માતાઓ તેની પરિસ્થિતિ સમજી ગયા હતી, તેથી તેઓએ તેને રોકી નહીં. જાે કે, એક અઠવાડિયા પછી તે પાછી ફરી ત્યાં સુધીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. અભિનેત્રીએ વર્ષ ૨૦૦૦માં ૬ મહિનાની બાળકી રિનીને દત્તક લીધી હતી.

આ જ સમયગાળા દરમિયાન, અક્ષય અને કરીના ફિલ્મ ‘અજનબી’ (૨૦૦૧) અને એતરાઝ (૨૦૦૪) માટે સાથે આવ્યા હતા. શક્ય છે કે, નિર્માતાઓએ સુષ્મિતા સેનને ફિલ્મ ઐતરાઝમાં કાસ્ટ કરી હોય, પરંતુ બાદમાં તેની જગ્યાએ પ્રિયંકા ચોપરાને લેવામાં આવી હતી.

સુષ્મિતા સેને બાદમાં બીજી છોકરીને દત્તક લીધી હતી. જાણીતી હસ્તીઓ સાથે સુષ્મિતા સેનના અફેરની વાતો સમાચારોમાં રહી, પરંતુ તેણે કોઈની સાથે લગ્ન કર્યા નથી. તેમાં લલિત મોદી, સંજય નારંગ, રણદીપ હુડ્ડા, ઇમ્તિયાઝ ખત્રી, વસીમ અકરમ, મુદસ્સર અઝીઝ સહિત ૧૧ લોકો સાથે જાેડાયું હતું. હાલમાં જ તે રોહમન શૉલ સાથે જાેવા મળી હતી, જેની સાથે તેનું બ્રેકઅપ થયું હતું. ૪૭ વર્ષની સુષ્મિતા સેનને ‘આર્ય ૩’ના શૂટિંગ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેના ફેન્સ નિરાશ થયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.