સુષ્મિતા સેન Google પર સૌથી વધુ સર્ચ થતી સેલિબ્રિટી

નવી દિલ્હી, ગુગલ દર વર્ષે એક લિસ્ટ જાહેર કરે છે. જેના દ્વારા એ જાણ થાય છે કે,આખું વર્ષે ક્યો સ્ટાર કે પછી બિઝનેસમેન સૌથી વધુ સર્ચ થયો છે. ત્યારે વર્ષે ૨૦૨૨ની લિસ્ટ પણ ગુગલે શેર કરી છે.
આ લિસ્ટ મુજબ સુષ્મિતા સેનનું નામ સેલિબ્રિટીમાં સૌથી ઉપર છે.સુષ્મિતા સેનનું નામ આ લિસ્ટમાં આવતાની સાથે દરેક લોકો અંદાજાે લગાવી રહ્યા છે કે, આવું તેની પર્સનલ લાઈફને લઈ થયું છે.
વર્ષ ૨૦૨૨માં અભિનેત્રીએ પોતાના બોયફ્રેન્ડ રોહમન શોલની સાથે બ્રેકઅપ લઈ આઈપીએલ ફાઉન્ડર લલિત મોદીની સાથે પોતાના રિલેશનને લઈ ખુબ ચર્ચામાં આવ્યો હતો.
આખા લિસ્ટની વાત કરીએ તો સુષ્મિતા સેનનું નામ ૫માં નંબર પર છે. સૌ લોકો માને છે કે, જુલાઈમાં લલિત મોદીએ સુષ્મિતા સેનની સાથે પોતાનો ક્રેઝી ફોટો શેર કરી અને પોતાના સંબંધ પર સ્પષ્ટતા કરી હતી.
જેના કારણે અભિનેત્રીની ઘણી સર્ચ કરવામાં આવી હતી. તેનો ફોટો વારંવાર જાેવા માટે લોકોએ ગુગલ પર સુષ્મિતાનું નામ સર્ચ કર્યું. આટલું જ નહીં લલિત મોદીએ સુષ્મિતા સેન સાથે પોતાના ઈન્સ્ટાગ્રામ ડીપીનો ફોટો પણ મૂક્યો હતો.
બીજી તરફ, સુષ્મિતા સેન સાથે લલિત મોદી પણ આ લિસ્ટમાં અભિનેત્રીથી બરાબર ઉપર છે. એટલે કે લલિત મોદીનું નામ ચોથા નંબર પર છે. પહેલા નંબરની વાત કરીએ તો પ્રથમ રાજકીય નેતા નુપુર શર્મા છે. આ સિવાય રિયાલિટી શો લોક અપની પૂર્વ સ્પર્ધક અંજલિ અરોરાનું નામ પણ આ લિસ્ટમાં ૬ઠ્ઠા નંબર પર છે.
તમને જણાવી દઈએ કે, અંજલિ અરોરાનો સ્સ્જી લીક થયા બાદ તે ઘણી હેડલાઈન્સમાં હતી. તેમના એમએમએસ વીડિયોની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. તે જ સમયે, બિગ બોસ ૧૬ માં પોતાની ક્યુટનેસથી બધાનું દિલ જીતનાર સ્પર્ધક અબ્દુ રોજિક ૭માં સ્થાન પર છે.
જુઓ સંપુર્ણ લિસ્ટ
૧.નુપુર શર્મા
૨.દ્રોપદી મુર્મૂ
૩.ઋષિ સુનક
૪. લલિત મોદી
૫.સુષ્મિતા સેન
૬. અંજલી અરોરા
૭.અબ્દુ રોજિક
૮. એકનાથ શિંદે
૯.પ્રવીણ તાંબે
૧૦.એમ્બરહર્ડ