કેલિફોર્નિયાની સ્કૂલમાં શંકાસ્પદ વ્યક્તિએ ગોળીબાર કર્યો, અનેક ઘાયલ
અમેરિકામાં ફરીવાર ફાયરિંગની ઘટના સામે આવી
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તમામ ૬ લોકોને ગોળી વાગી છે, જેમાંથી ત્રણ ગંભીર રીતે ઘાયલ છે, જેમની સારવાર ચાલી રહી છે
વાॅશિંગ્ટન,અમેરિકા હાલમાં પોતાના દેશમાં હથિયારોના દુરુપયોગથી ચિંતિત છે. હવે ફરી એકવાર આવી જ એક ઘટના અમેરિકાના કેલિફોર્નિયામાંથી સામે આવી છે, જ્યાં ફરીથી સ્કૂલના બાળકોને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે એક શંકાસ્પદ વ્યક્તિએ સ્કૂલમાં ગોળીબાર કર્યો છે. આ ગોળીબાર ઓકલેન્ડ વિસ્તારમાં થયો છે, જ્યાં આ સ્કૂલ છે.
ફાયરિંગની આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે, જાે કે હજુ સુધી કોઈના મોતની માહિતી મળી નથી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. આ ફાયરિંગમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘાયલોની સંખ્યા ૫થી વધુ હોવાનું કહેવાય છે.
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તમામ ૬ લોકોને ગોળી વાગી છે, જેમાંથી ત્રણ ગંભીર રીતે ઘાયલ છે, જેમની સારવાર ચાલી રહી છે. જાે કે, ઘાયલ થયેલા લોકોમાં કોઈ શાળાના બાળકોનો સમાવેશ થયો નથી. પોલીસ આ હુમલા પાછળ કોનો હાથ છે તે શોધવાનો પ્રયાસ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે અમેરિકામાં સામૂહિક ગોળીબારની ઘટનાઓ સતત વધી રહી છે. રાષ્ટ્રપતિ જાે બિડેન પણ આ અંગે કાયદો લાવ્યા છે, પરંતુ તેની બહુ અસર થાય તેવું લાગતું નથી. ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ આ વર્ષે અમેરિકામાં ૯૬ લોકો માર્યા ગયા છે. જેમાં મોટાભાગે ગોળીબારની ઘટનાઓ સામેલ છે. આ રિપોર્ટ અનુસાર ૨૦૨૦માં આવા ૧૪ લોકોના મોત થયા હતા જેમની ઉંમર ૨૦ વર્ષથી ઓછી હતી.
અમેરિકામાં ગન કલ્ચર હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સહિત એક મોટો વર્ગ તેને સમર્થન આપે છે. જ્યારે વર્તમાન પ્રમુખ તેની વિરુદ્ધ છે. તેણે હાલમાં જ ગન કંટ્રોલ બિલ પર હસ્તાક્ષર કર્યા છે. બિડેને કહ્યું હતું કે લોકોના જીવ બચાવવા માટે આ જરૂરી છે. ઘણા સમયથી આ કાયદાની માંગ હતી. કાયદા હેઠળ જે લોકો પાસે ખતરનાક હથિયારોનું લાઇસન્સ છે તેમની તપાસ કરવામાં આવશે. તેમજ હુમલાના હથિયારો પરત લઈ જવાની વાત થઈ હતી.ss1