કોસંબામાંથી વોન્ટેડ નક્સલી ગુડ્ડસિંહ અનિરુદ્ધ ઝડપાયો
આરોપી કોસંબાના ફેરડીલ પાર્કમાં કુસુમગર કંપનીમાં છેલ્લા ત્રણ વર્ષથી મશીન મેકેનિક તરીકે કામ કરી રહ્યો હતો
કોસંબા, ઝારખંડ પોલીસ અને કોસંબા પોલીસને મોટી સફળતા મળી છે. સુરતનાં કોસંબામાંથી વોન્ટેડ નક્સલી ગુડ્ડસિંહ અનિરુદ્ધ સિંહ ઝડપાયો છે. વર્ષ ૨૦૧૧ અને ૨૦૧૩ના આર્મ્સ એક્ટ તેમજ અન્ય ગુનામાં આ આરોપી વોન્ટેડ હતો. નોંધનીય છે કે, આ આરોપી કોસંબાના ફેરડીલ પાર્કમાં આવેલી કુસુમગર કંપનીમાં છેલ્લા ત્રણ વર્ષથી મશીન મેકેનિક તરીકે કામ કરી રહ્યો હતો.
તે અહીં અન્ય નકલી નામે કામ કરતો હતો. આ અંગેની જાણકારી મળતા ઝારખંડ અને કોસંબા પોલીસે આ નકસલીને દબોચી લીધો છે. હવે તેનો કોરોના રિપોર્ટ કરાવીને સઘન પૂછપરછ કરવામાં આવશે. ઝડપાયેલો નકસલી ઝારખંડના પલામુ જિલ્લાનો વતની હોવાની માહિતી મળી છે.
કોસંબાના ફેરડીલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી કુસુમગર કોર્પોરેટ્સ પ્રાલી નામની કંપનીમાંથી કોસંબા પોલીસ અને ઝારખંડ પોલીસે સંયુક્ત ઓપરેશન કરીને ગુડ્ડુસિંહ અનિરુધ સિંહ નામના એક નક્સલીને ઝડપી પાડ્યો છે. આ નક્સલી સિંહ પરિમલ પ્રતાપ નારાયણ નામનું નકલી આધાર કાર્ડ બનાવી ગુજરાતમાં છેલ્લા ૮ વર્ષથી પરિવાર સાથે રેહતો હતો. આ નક્સલી વાપી ખાતે આવેલી કુસુમગર કંપનીમાં છેલ્લા ૫ વર્ષથી મશીન મેકેનિક તરીકે કામ કરતો હતો.
ત્યારબાદ આજ કંપનીની કોસંબા ખાતે આવેલા પ્લાન્ટમાં છેલ્લા ત્રણ વર્ષથી નોકરી કરી રહ્યો હતો. જાેકે ઝારખંડ પોલીસને આ નક્સલી બાબતે બાતમી મળતા ઝારખંડ પોલીસે કોસંબા પોલીસને સાથે રાખી આ નક્સલીને ઝડપી પાડ્યો છે. છેલ્લા ૮ વર્ષથી ઝારખંડથી ફરાર આરોપી વિરુધ ઝારખંડમાં ૨૦૧૧થી ૨૦૧૩ દરમ્યાન અલગ અલગ એક્ટ મુજબ ૬ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
આરોપી છેલ્લા ત્રણ વર્ષથી કોસંબા પોતાના પરિવાર સાથે રહી રહ્યો હતો અને કંપનીમાં કામ કરી રહ્યો હતો. જાેકે આરોપી વિરુધ વાપી અને કોસંબામાં એકપણ ગેર કાયદેસર પ્રવૃત્તિના ગુના નોંધાયા નથી. જાેકે આ નક્સલી જે કંપની માંથી ઝડપાયો છે એ કુસુમગર કોર્પોરેટ્સ પ્રા.લી. નામની કંપનીમાં છેલ્લા ત્રણ વર્ષથી કામ કરી રહ્યો હતો. સ્થાનિકો પાસેથી જે માહિતી મળી છે તે પ્રમાણે, આ કંપનીમાં દેશની સુરક્ષા માટે સંસોધન કરતી સંસ્થા ડીઆરડીઓ માટે મટિરીયલ બનાવવામાં આવે છે.
જે અલ્ટ્રા લાઈટ વેટ બુલેટપ્રૂફ જેકેટ, સૈન્ય દ્વારા ઉપયોગમાં લેવાતા પેરાશુટ તેમજ સૈન્યના હેલ્મેટમાં વાપરવામાં આવતા કેવ્લારનું ઉત્પાદન કરવામાં આવે છે. સ્થાનિકો પાસેથી પ્રાપ્ત માહિતી જાે સાચી હોઈ તો કંપનીની ખુબ મોટી ક્ષતિ સામે આવી છે અને આની તપાસ રાષ્ટ્રીય કક્ષાની સુરક્ષા એજન્સીઓ દ્વારા થવી જાેઈએ.