ગોધરામાંથી ઝડપાયેલા શકમંદોએ UPI આઇડી પર નાણાંકીય વ્યવહારની આશંકા
ગોધરામાંથી ઝડપાયેલા શકમંદો પાકિસ્તાન પણ જઈ આવ્યા છે
અમદાવાદ, ગોધરાથી ઝડપાયેલા ૫ શંકાસ્પદની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. જેમાં ISKPના બદલે અન્ય આતંકી સંગઠનમાં સંકળાયેલા હોવાનું ખુલ્યું છે. મહિલા સહિત ૪ લોકો પણ પાકિસ્તાન ગયા હોવાનું ખુલ્યું છે. મહિલા સૌથી વધુ વખત પાકિસ્તાન ગઈ હોવાનો ખુલાસો થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તપાસનીશ એજન્સીદ્વારા શંકાસ્પદોના નાણાકીય વ્યવહાર અને પાકિસ્તાનના કનેક્શન અંગે તપાસ શરૂ કરાઇ છે. અલગ અલગ UPI આઇડી પર નાણાંકીય વ્યવહારની આશંકા છે. બેન્ક ટ્રાન્જેક્શનની તપાસને લઈને માહિતી મંગાવી છે. જેમાં ટ્રાન્જેક્શનની તપાસ બાદ ફરિયાદ નોંધાઇ શકે છે.
જેમાં ગુજરાત એટીએસએ ગોધરાથી પકડેલા ૫ શંકાસ્પદ લોકોની પૂછપરછમાં મોટા ખુલાસા કરે છે. ગુજરાત એટીએસના અધિકારીઓને એનઆઇએ દ્વારા મળી રહેલી ટીપને આધારે બાતમી મળી હતી કે ઇસ્લામિક સ્ટેટ ઓફ ખુરાસન પ્રોવિન્સના સ્લીપર સેલ ગોધરામાં એક્ટીવ છે.
જેના આધારે એટીએસ દ્વારા ગોધરામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં તેમની પાસેથી વાંધાજનક વીડિયો મળી આવ્યા હતા. આ વીડિયોમાં જેહાદ કરવા અને દેશ વિરોધી કામ કરવા માટે ઉશ્કેરણી કરવામાં આવતી હતી. સાથેસાથે કેટલાંક સાહિત્ય પણ મળી આવ્યા છે.