સસ્પેન્ડ ઓફિસરના ઘરેથી દરોડામાં 60 લાખના ઘરેણાં પકડાયા
દરોડામાં રવિન્દ્ર યાદવના ઘરેથી ૬૦ લાખની કિંમતના ઘરેણા અને ૨.૫ લાખની રોકડ મળી આવી હતી
લખનૌ, ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં નોઇડા ડેવલપમેન્ટ ઓથોરિટીના સ્પેશિયલ ડ્યુટી ઓફિસર રવિન્દ્ર સિંહ યાદવના વિવિધ ઠેકાણાં પર વિજિલન્સની ટીમે દરોડા પાડ્યા છે. તેમના નોઈડા અને ઈટાવાના ઠેકાણાં પર પાડવામાં આવેલા દરોડા ૧૮ કલાક સુધી ચાલ્યા હતા.
દરોડામાં રવિન્દ્ર યાદવના ઘરેથી ૬૦ લાખની કિંમતના ઘરેણા અને ૨.૫ લાખની રોકડ સહિત રૂ. ૧૬ કરોડ મળી આવી હતી. વિજિલન્સની ટીમ શનિવારે ઈટાવા સ્થિત તેમના નોઈડા નિવાસસ્થાન અને શાળાએ પહોંચી હતી. રવિન્દ્ર યાદવ હાલ સસ્પેન્ડ છે.
આ કાર્યવાહી અપ્રમાણસર સંપત્તિના કેસમાં કરવામાં આવી છે. રવિન્દ્ર યાદવ સામે તપાસ બાદ અપ્રમાણસર સંપત્તિનો મામલો સામે આવ્યો હતો. તપાસ રિપોર્ટ સરકારને મોકલવામાં આવ્યો હતો, ત્યારબાદ યુપી વિજિલન્સ વિભાગે રવીન્દ્ર સિંહ યાદવ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધી હતી.
કોર્ટમાંથી સર્ચ વોરંટ મળ્યા બાદ, યુપી વિજિલન્સ વિભાગના મેરઠ સેક્ટરની ટીમોએ ૧૪ ડિસેમ્બરે રવિન્દ્ર યાદવના નોઈડા સ્થિત નિવાસસ્થાન અને ઈટાવાની શાળામાં દરોડા પાડ્યા હતા.
સર્ચ દરમિયાન, નોઈડા સેક્ટર-૪૭માં સ્થિત તેના ત્રણ માળના રહેણાંક સંકુલમાંથી ૬૦ લાખ રૂપિયાથી વધુની કિંમતના ઘરેણાં અને ૨.૫ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. રવિન્દ્ર યાદવના નોઈડાના ઘરની વર્તમાન કિંમત રૂ. ૧૬ કરોડ મળી આવ્યા છે. ઘરગથ્થુ વસ્તુઓ અને ઈલેક્ટ્રોનિક સાધનોની અંદાજિત કિંમત રૂ. ૩૭ લાખ છે.
વિજિલન્સ ટીમે રવિન્દ્ર યાદવના ઘરેથી પાસપોર્ટ જપ્ત કર્યો છે. વિજિલન્સ ટીમ તેના પરિવારના સભ્યો દ્વારા કરાયેલી વિદેશ યાત્રા અંગે માહિતી એકત્ર કરી રહી છે. બે ફોર વ્હીલર વાહનો (ઇનોવા અને Âક્વડ) અંગે પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વિવિધ બેન્કોમાં ૬ ખાતાઓ, પોલિસી અને રોકાણોને લગતા દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે.
આરોપી રવિન્દ્ર યાદવે લગભગ એક ડઝન જમીન ખરીદી હતી, જેના દસ્તાવેજો વિજિલન્સ ટીમે જપ્ત કરી તપાસ હાથ ધરી છે. યાદવની માલિકીની ઈટાવામાં સ્થિત એરિસ્ટોટલ વર્લ્ડ સ્કૂલના રજિસ્ટ્રેશન સંબંધિત દસ્તાવેજો આરોપીના નોઈડાના ઘરેથી મળ્યા છે. શાળાની જમીન અને મકાનની હાલની અંદાજિત કિંમત રૂ. ૧૫ કરોડ છે. સ્કૂલ સોસાયટીના પ્રમુખ રવિન્દ્ર યાદવના પુત્ર નિખિલ યાદવ છે. શાળામાં કેન્દ્રીયકૃત એર કન્ડીશનીંગ સિસ્ટમ છે.
શાળામાં સ્થાપિત તમામ સાધનો અને ફર્નિચરની અંદાજિત કિંમત રૂ. ૨ કરોડ છે. શાળાની ૧૦ બસો છે. આરોપી રવીન્દ્ર સિંહ યાદવ પર આરોપ છે કે ૨૦૦૭માં નોઈડા ઓથોરિટીમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટીનું પદ સંભાળતી વખતે ૯૭૧૨ ચોરસ મીટરનો સરકારી પ્લોટ ગેરકાયદેસર રીતે ખાનગી જૂથ હાઉસિંગ સોસાયટીને ટ્રાન્સફર કર્યો હતો, જેની તપાસ કરવામાં આવી હતી.