અમદાવાદના માધુપુરામાંથી સપ્લાય થતો મરચા પાવડરનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો
હાથીખાના માર્કેટમાંથી મરચા પાવડરનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો -આ દુકાનમાં શંકાસ્પદ મસાલાનો જથ્થો વેચવામાં આવતો હોવાની બાતમી મળતા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
વડોદરા, વડોદરામાં તુલસીવાડી ગેટ પાસે આવેલી ગુરૂકૃપા ટ્રેડર્સ નામની દુકાનમાંથી શંકાસ્પદ મરચા, ધાણા-જીરૂ, હળદર, તથા મસાલાનો જથ્થો ઝડપાયો છે. ગુરુકૃપા ટ્રેડર્સ બાદ હાથીખાનાના રાધીકા મસાલાની દુકાનમાંથી પણ મરચા અને હળદર સહિતના નમૂના લેવામાં આવ્યા છે. કુલ ૨૦૦ કિલો મરચાનો પાવડર જપ્ત કરવામાં આવ્યો છે. Suspicious quantity of chilli powder supplied from Madhupura in Ahmedabad was seized
મધ્ય ગુજરાતના સૌથી મોટા કરિયાણા માર્કેટ ગણાતા વડોદરાના હાથીખાનામાં ફરી શંકાસ્પદ મરચા પાવડરનો જથ્થો મળ્યો છે. વડોદરા સ્પેશિયલ ઓપરેશ ગ્રુપ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે હાથીખાના માર્કેટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન તુલસીવાડી ગેટ પાસે આવેલી ગુરૂકૃપા ટ્રેડર્સ નામની દુકાનમાંથી શંકાસ્પદ મરચા, ધાણા-જીરૂ, હળદર, તથા મસાલા ઝડપી પાડ્યા છે.
ગુરુકૃપા ટ્રેડર્સ બાદ હાથીખાનાના રાધીકા મસાલાની દુકાનમાંથી પણ મરચા અને હળદર સહિતના નમૂના લેવામાં આવ્યા છે. કુલ ૨૦૦ કિલો મરચાનો પાવડર જપ્ત કરવામાં આવ્યો છે. સંયુક્ત કામગીરીમાં ટીમને મોટી માત્રામાં શંકાસ્પદ મરચા, ધાણા-જીરૂ, હળદર તથા મસાલાનો જથ્થો મળી આવ્યો છે. જેમના નમૂનાઓ લઇને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
બીજી તરફ મરચાના વેપારીએ મસાલાનો જથ્થો અમદાવાદના માધુપુરામાંથી આવ્યો હોવાનું જણાવ્યું છે. સાથે જ મરચા પાવડરમાં ભેળસેળ અને તેની ગુણવત્તા અંગે પોતે અજાણ હોવાનું જણાવ્યું છે. મહત્વનું છે કે આ દુકાનમાં શંકાસ્પદ મસાલાનો જથ્થો વેચવામાં આવતો હોવાની બાતમી મળતા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. વેપારી દ્વારા ૧૨૦ રૂપિયે કિલો મરચા પાવડરનું વેચાણ કરવામાં આવતા શંકાઓ ઉભી થઇ છે.