સુઝૈન ખાને બોયફ્રેન્ડ અર્સલાન ગોનીને ગણાવ્યો અતુલ્યા
મુંબઈ, ઈન્ટિરિયર અને ફેશન ડિઝાઈનર સુઝૈન ખાન છેલ્લા બે વર્ષથી એક્ટર અર્સલાન ગોની સાથે રિલેશનશિપમાં છે. સંબંધોને છુપાવવાના બદલે તે હંમેશા જાહેરમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરતી આવી છે. આ માટે તે ઘણીવાર ટ્રોલ પણ થઈ છે.
જાે કે, આ વાતની તેમના સંબંધો પર સહેજ પણ અસર પડી નથી. આજે (૧૯ ડિસેમ્બર) અર્સલાનનો બર્થ ડે છે ત્યારે સુઝૈને તેને વિશ કરતાં બંનેની કેટલીક થ્રોબેક તસવીરોનો વીડિયો શેર કર્યો છે અને એક સ્વીટ નોટ પણ લખી છે. આ પોસ્ટ પર પૂર્વ પતિ હૃતિક રોશન અને તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદે પણ કોમેન્ટ કરી શુભેચ્છા પાઠવી છે.
સુઝૈન ખાને જે વીડિયો શેર કર્યો છે, તેમાંની કેટલીક તસવીરો તેમના વેકેશનની છે તો કેટલીક તસવીરોમાં બંને એકબીજા પર પ્રેમ વરસાવી રહ્યા છે. આ સાથે તેણે લખ્યું છે ‘હેપ્પી હેપીએસ્ટ બર્થ ડે માય લવ…તું સૌથી અતુલ્ય વ્યક્તિ છે જેને હું જાણું છું. તું મને એક વધારે સારી વ્યક્તિ બનાવવા માગે છે.
તું મારા પ્રેમની વ્યાખ્યા છે. અહીંયાથી સમયના અંત સુધી અને તેનાથી પણ આગળ આપણે સાથે રહેવાના છીએ’. આ સાથે તેણે બંનેના નામના હેશટેગ ઈંછજિેનો પણ ઉપયોગ કર્યો છે. હૃતિક રોશને ‘હેપ્પી બર્થ ડે’ લખ્યું છે અને સાથે રેડ હાર્ટ ઈમોજી તેમજ હગ ઈમોજી ડ્રોપ કર્યા છે. આ સિવાય સબા આઝાદ, સંજય કપૂર, પ્રીતિ ઝિન્ટા, સોનલ ચૌહાણ, નીલમ કોઠારી તેમજ મહીપ કપૂરે પણ વિશ કર્યું છે.
તો અર્સલાને આભાર માનતાં લખ્યું છે ‘આભાર મારી ડાર્લિંગ, લવ. જણાવી દઈએ કે, સુઝૈન ખાન અર્સલાન ગોની તો હૃતિક રોશન સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. હૃતિક અને સુઝૈન બાળપણથી એકબીજાને ઓળખતા હતા. મિત્રતા પ્રેમમાં પરિણમતાં તેમણે વર્ષ ૨૦૦૦માં લગ્ન કર્યા હતા અને ૧૪ વર્ષના લગ્નજીવન બાદ તેમણે અલગ થવાનું નક્કી કર્યું હતું. બંનેએ ૨૦૧૪માં ડિવોર્સ લીધા હતા.
જાે કે, તેઓ આજે પણ સારા મિત્રો છે અને બે દીકરાના કો-પેરેન્ટ્સ છે. બીજી તરફ, સુઝૈનની મુલાકાત અર્સલાન સાથે કેટલાક કોમન ટીવી ફ્રેન્ડ્સ થકી થઈ હતી અને પ્રેમમાં પડ્યા હતા. અર્સલાન હાલમાં જ ઓટીટી વેબ સીરિઝ ‘તણાવ’માં મહત્વના પાત્રમાં દેખાયો હતો, જેનું ડિરેક્શન સુધીર મિશ્રા અને સચિન ક્રિષ્ણને કર્યું હતું.SS1MS