સુઝૈન-અર્સલાનની રોમેન્ટિક તસવીરો હાલમાં સામે આવી

મુંબઈ, બોલિવુડ સ્ટાર હૃતિક રોશનની પૂર્વ પત્ની સુઝૈન ખાન આજકાલ એક્ટર અર્સલાન ગોની સાથેની તેની રિલેશનશીપને લઈને ચર્ચામાં રહે છે. સુઝૈન ખાન હાલ બોયફ્રેન્ડ સાથે કેલિફોર્નિયાના મેલિબુમાં હોલિડે માણી રહી છે. સુઝૈને પોતાના એક્ઝોટિક વેકેશન પરથી બોયફ્રેન્ડ સાથેની કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરી છે. સાથે જ બંનેનો કિસ કરતો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે.
સુઝૈન ખાને મેલિબુમાં દરિયાકિનારા પાસેની તસવીરો અને વિડીયો શેર કર્યા છે. સુઝૈને બ્લૂ રંગનો મિડી પેન્સિલ ડ્રેસ પહેર્યો છે. તેના સ્ટાઈલિશ સનગ્લાસિસ ઓવરઓલ લૂકને નિખારી રહ્યા છે. જ્યારે અર્સલાન ગોની કેઝ્યુઅલ ટી-શર્ટ અને બ્લૂ જિન્સમાં હેન્ડસમ લાગતો હતો.
અર્સલાન સાથેની તસવીર શેર કરતાં સુઝૈને લખ્યું, “પેસિફિક ઓશનમાં કંઈક તો છે. ઈંસ્ટ્ઠઙ્મૈહ્વે. આ ફોટોમાં અર્સલાનને ટેગ કરતાં સુઝૈને તેને ‘મ્ટ્ઠી’ (પ્રેમી) ગણાવ્યો છે. આ સિવાય એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં પહેલીવાર સુઝૈન અને અર્સલાન જાહેરમાં એકબીજાને કિસ કરતાં દેખાય છે.
આ વિડીયો શેર કરતાં સુઝૈને લખ્યું, ન્છ મેજિક. ઉલ્લેખનીય છે કે, સુઝૈન ખાન અને હૃતિક રોશને ૧૪ વર્ષના લગ્નજીવન બાદ એકબીજાથી અલગ થવાનો ર્નિણય કર્યો હતો. ૨૦૧૪માં સુઝૈન અને હૃતિક અલગ થયા હતા. સુઝૈન અને હૃતિકના બે દીકરાઓ છે હૃદાન અને રિહાન.
જાેકે, છૂટાછેડા પછી પણ સુઝૈન અને હૃતિકના સંબંધો મૈત્રીપૂર્ણ છે અને તેઓ દીકરાઓને સાથે મળીને ઉછેરી રહ્યા છે. તેઓ અવારનવાર એક પરિવાર તરીકે સાથે સમય વિતાવતા પણ દેખાય છે.
સુઝૈન ખાન એક્ટર અર્સલાન ગોનીને ડેટ કરી રહી છે ત્યારે હૃતિક રોશનને પણ ૧૬ વર્ષ નાની એક્ટ્રેસ સબા આઝાદમાં ફરી પ્રેમ મળી ગયો છે. હાલમાં જ હૃતિક અને સબા યુરોપ હોલિડે પરથી પાછા આવ્યા છે.
પહેલા હૃતિક અને સુઝૈન બંને પોતાના હાલના પાર્ટનર્સ સાથેની રિલેશનશીપને મીડિયાથી છુપાવી રહ્યા હતા. જાેકે, હવે તેઓ ધીમે-ધીમે ખુલીને જાહેરમાં પણ પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. એટલું જ નહીં સબા અને સુઝૈન એકબીજાને ખૂબ પસંદ કરે છે. સોશિયલ મીડિયા પર અવારનવાર તેમનું બોન્ડ જાેવા મળે છે. થોડા મહિના પહેલા ગોવામાં સુઝૈન-અર્સલાન અને સબા-હૃતિકે સાથે પાર્ટી કરી હતી.SS1MS