એસ. વી આર્ટ્સ કોલેજ, અમદાવાદ ખાતેથી જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીનો પ્રારંભ
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025-માર્ગ સલામતી, ટ્રાફિક નિયમોનું પાલન, માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક ઘટાડવાના ઉપાયો સહિતના વિષયો અંગે ઉપસ્થિતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું
1 જાન્યુઆરી, 2025થી શરૂ થઈ રહેલા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત એસ. વી આર્ટ્સ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમના ઉદ્ઘાટન સમારંભમાં અમદાવાદ RTO શ્રી જે. જે. પટેલે વિદ્યાર્થીઓને માર્ગ સલામતિ માસની ઉજવણી માટેનો મુખ્ય ઉદ્દેશ સમજાવીને આ ઉજવણીમાં જોડાવા અને જાગૃતતા ફેલાવવા સૌને અનુરોધ કર્યો હતો. તેમણે માર્ગ અકસ્માતમાં કેવી રીતે મૃત્યુઆંક ધટાડી શકાય તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
રિજિનલ એન્ફોર્સમેન્ટ અધિકારી શ્રીમતી ઋત્વિજા દાણી દ્વારા માર્ગ સલામતિ અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું, તેઓએ ઓડિયો વિડીયો માધ્યમના ઉદાહરણો દ્વારા સેફટી અંગે જાણકારી આપી હતી .
ગુજરાત રાજ્યના ગુજરાત રોડ સેફટી ઓથોરીટી અને જિલ્લા માર્ગ સલામતિ સમિતિ દ્વારા એસ. વી કોલેજ ખાતે આ પ્રસંગે રોડ સેફટી સેમિનારનું પણ આયોજન કરાયું હતું.
અમદાવાદ ગ્રામ્ય બાવળાના ARTO શ્રી એચ. એ. પટેલે ઉપસ્થિત સૌને માર્ગ સલામતી જાળવવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગેના શપથ લેવડાવ્યા હતા.
આ પ્રસંગે અમદાવાદ વસ્ત્રાલ ARTO શ્રી કે. ડી. પરમાર, અમદાવાદ ARTO શ્રી એ. એમ. પરમાર, એસ. વી આર્ટ્સ કોલેજના આચાર્ય ડૉ. જગદીશ ચૌધરી, એસ. વી કોમર્સ કોલેજના આચાર્ય ડૉ. રૂપલબેન પટેલ, ડૉ. યુ. સી પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજના આચાર્ય ડૉ. હિતેન્દ્ર વ્યાસ સહિત તમામ કોલેજના અધ્યાપકો, કર્મચારીઓ RTO અમદાવાદની સમગ્ર ટીમ, NCC કેડેટ અને NSS વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.