SVIT વાસદ ખાતે સ્વયંસેવકો દ્વારા સંવિધાન દિવસની ઉજવણી.
ભારતનું સંવિધાન ૨૬ નવેમ્બર ૧૯૪૯ ના રોજ તૈયાર થયું હતું અને તે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ થી લાગુ કરવામાં આવ્યું હતું સંવિધાનના પ્રમુખ ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરજી ની ૧૨૫મી જયંતી વર્ષ ના ભાગરૂપે ૨૬ નવેમ્બર ૧૯૧૫થી સંવિધાન દિવસ ઊજવવામાં આવી રહ્યું છે. સંવિધાન તૈયાર કરવામાં ૨ વર્ષ ૧૧ માસ અને ૧૮ દિવસ લાગ્યા હતા.
ભારતનો દરેક નાગરિક ભારતના સંવિધાનને સમજે તે હેતુથી આજરોજ એન.એસ.એસ યુનિટ દ્વારા ઓનલાઇન વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું સંચાલન એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર વિકાશ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું. કુલ ૧૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
ડૉ. એ કે અધિકારી દ્વારા વિદ્યાર્થીઓને ભારતના સંવિધાનની વિગતવાર સમજૂતી આપી હતી. સંવિધાન દ્વારા નક્કી કરવામાં આવેલા નાગરિકોના મૌલિક અધિકાર અને નાગરિકોની રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી વિશે વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી. કાર્યક્રમની અંતે વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી કાળમાં ભાગ લઇ અનેક પ્રશ્નો જે તેમને મુંઝવતા હતાં તે ડૉ.એ.કે અધિકારીને કર્યા હતા. ડૉ. એ કે અધિકારી દ્વારા તેમની મુંઝવણ દૂર કરવા માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે એસવીઆઈટી ની પ્રબંધન સમિતિ ના ચેરમેન શ્રી. ભાસ્કરભાઈ પટેલ, વાઇસ ચેરમેન શ્રી દિપક ભાઈ પટેલ, સેક્રેટરી શ્રી ભાવેશભાઈ પટેલ,આચાર્યશ્રી ડૉ. એસ. ડી. ટોલીવાલે, ડૉ.એ કે અધિકારી તેમજ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર શ્રી વિકાશ અગ્રવાલ તથા એન.એસ.એસ ના સ્વયંસેવકો તેમજ તમામ શિક્ષકો અને વિધાર્થીઓ ને સંવિધાન દિવસની શુભકામનાઓ પાઠવી હતી.