SVIT- વાસદ દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નું આયોજન

રાષ્ટ્રના નિર્માણમાં સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે આજે એસવીઆઈટી ખાતે ટ્રસ્ટના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દિપકભાઈ પટેલ અને ટ્રસ્ટી શ્રી હિતેશભાઈ પટેલના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યું હતું અને સલામી આપવામાં આવી હતી.
ત્યારબાદ આચાર્ય ડૉ. એસ. ડી. ટોલીવાલ દ્વારા ઉપસ્થિત સ્ટાફ, સ્ટુડન્ટ અને ગ્રામ્યજનોને રાષ્ટ્રનિર્માણમાં ના એસવીઆઈટી ના યુવાનો નું યોગદાન વિશે જણાવ્યું હતું.
રાષ્ટ્ર ની ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અને એસ વી આઈ ટી ની સ્થાપના નો ‘રજત જયંતિ વર્ષ’ ની ઉજવણી એક સાથે ઉજવવામાં આવી રહી છે આ પ્રસંગે વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન મિકેનિકલ વિભાગના વડા ડૉ. પી. એસ. શાહ અને વિકાસ અગ્રવાલ (પ્રોગ્રામ ઓફિસર, એન.એસ.એસ) ની દેખરેખમાં યોજવામાં આવ્યું હતું.
એસવીઆઈટી ના રજત જયંતી વર્ષમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નું આયોજન થઈ રહ્યું ત્યારે, એસવીઆઈટી વાસદ ના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ,સેક્રેટરી શ્રી ભાવેશભાઇ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી દિપકભાઈ પટેલ, આચાર્ય ડૉ. એસ. ડી. ટોલીવાલ દ્વારા તમામને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.