SVP ગ્લોબલ વેન્ચર્સ હવે એસવીપી ગ્લોબલ ટેક્સટાઈલ તરીકે ઓળખાશે
મુખ્ય મુદ્દાઃ
- 125 વર્ષ કરતાં વધુ જૂનું ટેક્સટાઈલ ગ્રુપ 3,500થી વધુ લોકોને પ્રત્યક્ષ અને 10,000થી વધુને પરોક્ષ રીતે રોજગારી પૂરી પાડે છે તથા કપાસ ઉગાડતા બે લાખથી વધુ ખેડૂતોને સહાય પૂરી પાડે છે
- 4,00,000 સ્પિન્ડલ અને 5900 રોટરની ક્ષમતા સાથે કોમ્પેક્ટ કોટન યાર્નના અગ્રણી ઉત્પાદક
- આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા સક્ષમ અતિ-આધુનિક વિશ્વ કક્ષાની ટેકનોલોજીથી સજ્જ, કંપની વિવિધ પ્રકારના યાર્ન બનાવવામાં સક્ષમ છે. તે 5 વર્ષથી ઓછી જૂની ટેક્નોલોજી ધરાવતા 2% ભારતીય ઉત્પાદકોમાં સામેલ છે
- IKEA અને Zara સહિત અગ્રણી બ્રાન્ડ્સ માટે માન્ય સપ્લાયર તરીકે માન્યતા પ્રાપ્ત. કંપનીએ OCS, GOTS, BCI, OEK-TEX, STD 100, ફેર ટ્રેડ, SUPIMA ગોલ્ડ અને ISO તરફથી પ્રમાણપત્રો પણ મેળવેલા છે
- કંપની ઝાલાવાડ, રાજસ્થાન ખાતે ટેકનિકલ ટેક્સટાઈલ માટે વાર્ષિક 4,375 મેટ્રિક ટનની ગ્રીન-ફિલ્ડ ફેસિલિટી સ્થાપવા માટે રૂ. 100 કરોડનું રોકાણ કરી રહી છે
- તાજેતરમાં જ ઓમાન પ્લાન્ટની સંપન્ન થયેલી કામગીરીથી નાણાંકીય વર્ષ 2022ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં આવકોમાં 25-30 ટકાનો વધારો થશે
કંપનીની ઓર્ડર બુક રૂ. 5,000 કરોડથી વધુની છે. નાણાંકીય વર્ષ 2021 માટે કંપનીએ કોવિડ-19ના લીધે લોકડાઉન છતાં રૂ. 1,422 કરોડના કુલ વેચાણો પર રૂ. 234 કરોડની એબિટા સાથે રૂ. 25 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે
મુંબઈ, ભારતની અગ્રણી કોમ્પેક્ટ કોટન યાર્ન ઉત્પાદક અને સૌથી ઝડપથી વિકસતી બહુરાષ્ટ્રીય ટેક્સટાઈલ્સ કંપનીમાંની એક, એસવીપી ગ્લોબલ વેન્ચર્સ લિમિટેડ હવે એસવીપી ગ્લોબલ ટેક્સટાઈલ લિમિટેડ તરીકે ઓળખાશે. એસવીપી ગ્લોબલ વેન્ચર્સ મુખ્યત્વે કોટન યાર્નના ઉત્પાદન સાથે સંકળાયેલી છે
એટલે નામમાં ટેક્સટાઈલનો સમાવેશ કરવાની જરૂરિયાત જણાઈ હતી. કંપની ફેબ્રિક અને ગાર્મેન્ટ્સમાં આગળ એકીકરણ સાથે ફાઇબરથી ફેશન સુધી સંપૂર્ણ સંકલિત ટેક્સટાઇલ કંપની બનવાની યોજના ધરાવે છે. તેણે ઝાલાવાડ, રાજસ્થાન ખાતે વાર્ષિક 4,375 મેટ્રિક ટનની ક્ષમતા સાથે ગ્રીન-ફિલ્ડ ફેસિલિટી સ્થાપવા માટે રૂ. 100 કરોડના મૂડીખર્ચ સાથે ટેકનિકલ ટેક્સટાઇલ્સમાં પ્રવેશવાની અગાઉ જાહેરાત કરી દીધી છે.
શ્રી વલ્લભ પિટ્ટી દ્વારા 1898માં સ્થપાયેલ, એસવીપી ગ્રુપ ઝાલાવાડ (રાજસ્થાન), રામનાદ (કોઈમ્બતૂર) અને સોહર (ઓમાન)માં 3 અત્યાધુનિક ઉત્પાદન સુવિધાઓમાં પોલિએસ્ટર, પોલિએસ્ટર અને કોટન બ્લેન્ડ અને 100% કોટન યાર્નના ઉત્પાદન સાથે સંકળાયેલું છે. કંપની ટેક્સટાઈલ્સમાં 125 વર્ષનો વારસો ધરાવે છે અને યાર્ન, ફેબ્રિક અને ગાર્મેન્ટ્સના ઉત્પાદનમાં વિશ્વની અગ્રણી, સંપૂર્ણ સંકલિત ટેક્સટાઇલ કંપની બનવાનું વિઝન ધરાવે છે.
આ ગતિવિધિ અંગે ટિપ્પણી કરતા, એસવીપી ગ્લોબલના ડિરેક્ટર શ્રી ચિરાગ પિટ્ટીએ જણાવ્યું હતું કે, “કંપનીના નામમાં ફેરફારથી તેને એક અગ્રણી ટેક્સટાઇલ ઉત્પાદકની વિશિષ્ટ ઓળખ મળશે કારણ કે અમે ટેક્સટાઈલ્સની સંપૂર્ણ વેલ્યુ ચેઈનમાં પણ સાહસ કરી રહ્યા છીએ.
ઓમાનમાં તાજેતરના વિસ્તરણ અને ટેક્નિકલ ટેક્સટાઇલ્સ ક્ષેત્રે પ્રવેશ કરવાથી આવકમાં 25થી 30%નો નોંધપાત્ર વધારો થશે. ઓમાન પ્લાન્ટ નાણાંકીય વર્ષ 2022ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં શ્રેષ્ઠ ક્ષમતા હાંસલ કરશે તેવી અપેક્ષા છે. ટેક્નિકલ ટેક્સટાઇલ્સમાં પ્રવેશ જૂથના મુખ્ય વ્યવસાયને પૂરક બનશે તેવી ધારણા છે અને પ્લાન્ટ 12થી 15 મહિનામાં વાણિજ્યિક કામગીરી શરૂ કરશે તેવી સંભાવના છે.
તાજેતરમાં, એસવીપી ગ્લોબલની પેટાકંપની – એસવી પિટ્ટી સોહાર ટેક્સટાઈલ્સે (એફઝેડસી) ઓમાનમાં સોહર ફ્રી ટ્રેડ ઝોન ખાતેના તેના મેગા ટેક્સટાઈલ પ્લાન્ટમાં વ્યાપારી કામગીરી શરૂ કરી છે. ગ્રૂપે 1.5 લાખ સ્પિન્ડલ અને 3,500 રોટર ફેસિલિટી સ્થાપવા માટે 150 મિલિયન અમેરિકી ડોલર (આશરે રૂ. 1,100 કરોડ)નું રોકાણ કર્યું છે. વિસ્તરણ લાંબા ગાળે ઘણા વ્યૂહાત્મક ઓપરેશનલ અને લોજિસ્ટિક્સ લાભો પ્રદાન કરે છે. કંપનીની કુલ ક્ષમતા વધીને 4,00,000 સ્પિન્ડલ અને 5,900 રોટર થઈ ગઈ છે.
ગ્રૂપના સીઈઓ અને એસએમ, વીએસએમ (નિવૃત્ત) મેજર જનરલ ઓ પી ગુલિયાએ જણાવ્યું હતું કે, “કંપનીએ 10 ટકાના ચોખ્ખા નફાના શ્રેષ્ઠ માર્જિન સાથે વાર્ષિક અને ત્રિમાસિક ધોરણે ટકાઉ આવક વૃદ્ધિ દર નોંધાવ્યો છે. એબિટા માર્જિન પણ નાણાંકીય વર્ષ 2017ના 6.1%થી નાણાંકીય વર્ષ 2022ના બીજા ત્રિમાસિક ગાળામાં સતત સુધરીને 23% થયું છે.
અમારી વ્યૂહાત્મક વૃદ્ધિની પહેલ, ઉન્નત ક્ષમતા અને ઓપરેશનલ કાર્યક્ષમતા, ઊંચા માર્જિનવાળી પ્રોડક્ટ્સ પર ધ્યાન દ્વારા ઉત્પાદન અને ભૌગોલિક વિસ્તરણ જેવા પરિબળો નફાકારકતામાં વધારો કરશે અને કંપનીના વિકાસમાં ફાળો આપશે તેવી શક્યતા છે. ગ્રૂપ હવે ટેક્સટાઇલની સંપૂર્ણ મૂલ્ય સાંકળમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. કંપનીની ઓર્ડર બુક હાલમાં રૂ. 5,000 કરોડ છે જે આગામી 2-3 વર્ષની આવકની સમકક્ષ છે.”