SVP માં ગરીબો માટે જગ્યા ન હોવાથી LGમાં વધી રહેલ ઘસારો
SVPમાં એડવાન્સ જમા કરાવવાની નીતિના પરિણામે દર્દીનું મૃત્યુ થયુઃ બદરૂદીનશેખ |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરની આગવી ધરોહર વી.એસ.હોસ્પીટલને નામશેષ કર્યા બાદ ગરીબ-મધ્યમવર્ગના નાગરીકો સારવાર માટે રઝળી પડયા છે. તથા મલ્ટીસ્પેશીયાલીટી એસવીપી હોસ્પીટલમાં એડવાન્સ રકમ લઈને જ સારવાર થતી હોવાથી દર્દીઓના મૃત્યુ થઈ રહયા હોવાના કોગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.
મ્યુનિ. કોગ્રેસ પક્ષના પૂર્વનેતા બદરૂદીન શેખના જણાવ્યા મુજબ ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ માટે આર્શીવાદ સમાન વી.એસ. હોસ્પીટલ ને શાસકોએ તોડી પાડી છે. એસવીપી ને ચલાવવા માટે વી.એસ.નો ભોગ લેવામાં આવ્યો છે. મ્યુનિ. શાસકો અને વહીવટીતંત્ર ની અણઆવડતનો ભોગ નિર્દોષ નાગરીકો બની રહયા છે. અત્યંત ગંભીર હોય તેવા દર્દીઓને વી.એસ.માં સારવાર આપવામાં આવતી નથી. તથા એસવીપી રૂ.પાંચ હજાર જમા કરાવ્યા બાદ જ સારવાર શરૂ થાય છે.
પ્રજાના નાણાંમાંથી કાર્યરત થયેલ હોસ્પીટલમાં પ્રજાને જસારવાર મળતી નથી. જેના કારણો દર્દીઓના મૃત્યુ થયા હોવાના પણ કિસ્સા બની રહયા છે. વી.એસ.માંથી સીનીયર અને નિષ્ણાત તબીબોને પણ એસવીપીમાં લઈ જવામાં આવ્યા છે.
વી.એસ. હોસ્પીટલને નામશેષ કર્યા બાદ. એલ.જી. અને શારદાબેન હોસ્પીટલોમાં દર્દીઓનો ઘસારો વધી રહયો છે. પરંતુ તેની સામે અનુભવી તબીબોની સેવા ઉપલબ્ધ નથી. એલ.જી. હોસ્પીટલમાં ર૦૧૮ના માર્ચથી ઓગષ્ટના અંત સુધીમાં ઈન્ડોર દર્દીઓની સંખ્યા ૩૪૭૯૭ હતી જયારે ર૦૧૯માં આ જ સમયગાળા દરમ્યાન દર્દીઓની સંખ્યા ૪ર૭ર૧ થઈ હતી. ર૦૧૮ માં મેજર ઓપરેશનની સંખ્યા માર્ચથી ઓગષ્ટ દરમ્યાન ૪ર૧૮ હતી. ર૦૧૯માં આ જ અરસામાં પર૪૧ મેજરઓપરેશન થયા હતા.
ર૦૧૮ માં ૩૯૧૧ ની સામે ર૦૧૯ માં ૬ર૪પ માઈનોર ઓપરેશન થયા હતા. જયારે એકસ-રેની સંખ્યા ૧ લાખ રર હજાર હતી જે વધીને ૧ લાખ ૪૮ હજાર થઈ છે. આમ, એલ.જી. હોસ્પીટલમાં દર્દીઓ અને ઓપરેશનની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે. શારદાબેનમાં પણ આ પરિસ્થિતિ જ જાવા મળે છે. વી.એસ.માં પથારીઓની સંખ્યા ઘટાડીને પ૦૦ કરવામાં આવી છે.
પરંતુ ર૦૦થી પણ ઓછી પથારીમાં પેશન્ટ હોય છે. એસવીપી હોસ્પીટલમાં ઈમરજન્સી સેવા લગભગ બંધ છે. ૧૦૮ ને પણ પ્રવેશ આપવામાં આવતો નથી. તેથી દર્દીને અન્ય કોઈ મોઘી હોસ્પીટલમાં સારવાર લેવાની ફરજ પડી રહી છે. એસવીપીમાં અમૃતકાર્ડ બનાવવા માટે પણ કોઈ વ્યવસ્થા નથી તેથી ગરીબ દર્દીઓને પણ સારવાર વિના પરત જવાની ફરજ પડે છે.
કાર્ડના અભાવે તથા એડવાનસ રકમની નીતિના કારણે ચાર દિવસ પહેલા જ નટવરભાઈ વાઘેલા નામના દર્દીનું મૃત્યુ થયું હતું. તેથી ગરીબ-મધ્યમવર્ગના દર્દીઓને થતી હાલાકી દૂર કરવા અને રાહત દરે સારવાર મળી રહે તે માટે વી.એસ. હોસ્પીટલને ફરીથી કાર્યરત કરવામાં આવે તેવી માંગણી પણ બદરૂદીન શેખે કરી છે.