SVP હોસ્પિટલમાં આયાતી અધિકારીઓનો કબજાે : મ્યુનિસિપલ અધિકારીઓ લાચાર
મનપામાં ફરજ બજાવતા વર્ગ-૧ ના અધિકારીના માતા-પિતાને SVP માં દાખલ કરવામાં ન આવ્યા; અન્ય અધિકારીએ ઇન્જેકશન માટે દસ વખત ફોન કર્યા બાદ પણ કામ ન થયુ
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: રાજ્ય સરકારની ગ્રાન્ટ તેમજ અમદાવાદના નાગરીકોના પરસેવાની કમાણીમાંથી તૈયાર થયેલ એસ.વી.પી. હોસ્પિટલ પર કેટલાંક ગણ્યા ગાંઠ્ય લોકો કબ્જાે જમાવીને બેસી ગયા હોય તેવો માહોલ જાેવા મળે છે. કોરોનાની સારવાર માટે શ્રેષ્ઠ ગણાતી એસ.વી.પી. હોસ્પિટલના દરવાજા સામાન્ય નાગરિકો માટે તો લગભગ બંધ જ થઈ ગયા છે. પરંતુ મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓને પણ સારવાર લેવા માટે રીતસર કાક્લુદી કરવી પડે તેવી પરિસ્થિતીનું નિર્માણ થઈ રહ્યું છે. ચોકાવનારી માહિતી મુજબ મનપામાં ફરજ બજાવતા વર્ગ એકના અધિકારીીના માતા-પિતાને એસ.વી.પી.માં દાખલ કરવા માટે સ્પષ્ટના પાડવામાં આવી હતી. જ્યારે અન્ય એક અધિકારીના સ્વજનોને નિયમ મુજબ રેમડેસીવીર ઇન્જેકશન આપવા માટે પણ ઇન્કાર કરવામાં આવ્યો હતો. આવી જ પરિસ્થિતિ ચૂંટાયેલી પાંખની પણ થઈ રહી છે. જેના કારણે મ્યુનિ. કોર્પોરેટરો અને અધિકારીઓમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.
અમદાવાદની એસ.વી.પી. હોસ્પિટલ પર ગાંધીનગર થી મોકલવામાં આવેલા કેટલાક અધિકારીઓએ કબ્જાે કર્યો હોવાના અવારનવાર આક્ષેપ થતા રહ્યા છે. છેલ્લા એક-બે મહીનામાં જે ઘટનાક્રમ સર્જાયો છે તેના કારણે આક્ષેપ થોડાઘણા અંશે સાચા હોય તેમ માનવામાં આવી રહ્યું છે. ગાંધીનગરના અધિકારીઓની દાદાગીરીનો ભોગ નાગરીકોની સાથે સાથે કોર્પોરેટરો અને મ્યુનિ.અધિકારીઓ પણ બની રહ્યા હોવાની વિગતો બહાર આવી રહી છે. સુત્રોએ જણાવ્યા મુજબ મનપાના ક્લાસવન અધિકારીના માતા-પિતા કોવિડ પોઝીટીવ આવ્યા હતા તેથી તેમણે એસ.વી.પી.માં દાખલ કરવા માટે આરોગ્ય ખાતાના ઉચ્ચ અધિકારીનો સંપર્ક કર્યો હતો. ત્યારે આરોગ્યખાતાના ઉચ્ચ અધિકારીએ તેમને એડમીટ કરવા માટે સ્પષ્ટ ના કહી હતી.
જે અધિકારીના માતા-પિતાના આધારકાર્ડમાં તેમના વતનનું સરનામું હોવાથી એસ.વી.પી.ની સેવા મળી શકે નહીં તેવા કારણ આરોગ્ય અધિકારીએ આપ્યા હતા. નોંધનીય બાબત એ છે કે જેના માતા-પિતાને દાખલ કરવાની ના કહેવામાં આવી હતી. તે અધિકારીની સર્વિસ બુકમાં તેમના માતાપિતાના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. તથા માતાપિતા અધિકારી પર “આધારીત” હોવાનું સ્પષ્ટ જણાવવામાં આવ્યુ છે. પુત્ર પર આધારીત માતાપિતાને સારવાર આપવામાં માટે પણ એસ.વી.પી.માં અલગ-અલગ નિયમો છે. ગાંધીનગરથી આવતા અધિકારીઓના જ આધારકાર્ડ અન્ય શહેરના હોય તેમ બની શકે છે.
જ્યારે તેમના માતા-પિતાના આધારકાર્ડમાં તો પરપ્રાંતના સરનામા પણ હોઇ શકે છે. તેમ છતાં તેઓ “અમદાવાદના નાગરિક નથી” તેવા કારણો દર્શાવી તેમની સારવાર રોકવામાં આવી નથી. અહીં મ્યુનિ. કોર્પોરેશનના બદલે આયાતી અધિકારી હોયતો તેમને ના કહેવાની હોય ? આરોગ્ય અધિકારી દ્વારા કરવામાં આવી હોત ? આ સવાલ ચર્ચાનો વિષય બન્યો છે. અન્ય એક કેસમાં કોર્પોરેશનમાં ફરજ બજાવતાં એક અધિકારીના સ્વજન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા તેમને રેમડેસીવીર ઇન્જેકશનની જરૂરીયાત ઉભીથતા અધિકારીએ વહીવટીતંત્રનાં સર્વેસર્વાને ફોન લગાાવ્યો હતો. દુઃખદ બાબત એ છે કે ક્લાસવન અધિકારી જે હાલ ૨૪ કલાક ફરજ બજાવીરહ્યા છે તેમને ૧૦ વખત ફોન કર્યા બાદ ઉચ્ચઅધિકારીએ એક વખત ફોન રીસીવ કર્યા હતાં. તેમજ “જવાબ” ના હતો.
મ્યુનિ.કોર્પોરેશનના બે ઉચ્ચ-અધિકારી સાથે થયેલા અમાનવીય વર્તનના કિસ્સા હાલ ચર્ચાના વિષય બન્યા છે. આયાતી અધિકારીઓના હાથ નીચે નોકરી કરવાની હોવાથી મનપાના અધિકારીઓ સમસમીને ચૂપ બેઠા છે. તેમછતાં યોગ્ય સમયે, યોગ્ય સ્થળે ફરીયાદ કરવા માટે પણ તેઓ તૈયાર હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યુ હતું.
અત્રે નોધનીય છે કે મ્યુનિ.કોર્પોના પૂર્વ નેતા કમળાબેન ચાવડાને પણ એસ.વી.પીી.નો કડવો અનુભવ થયો હતો. મ્યુનિ.કોર્પોરેટરોને પણ એડમીશન માટે આજીજી કરવી પડે છે. આયાતી અધિકારીઓ મીડીયાને તો દુશમન જ માની રહ્યા છે. તેઓ જે લોકોથી “ડરી” રહ્યા હોય તેમના જ કામ કરે છે. અન્યથા અચ્છા પણ ચમરબંધીને ગાંઠતા નથી તેવી ચર્ચા પણ થઈ રહી છે. શબ્દમાં હાલ કોઈપણ દર્દીને દાખલ કરવા માટે ૧૦૮ ફરજીયાત છે. તેવા સમયે એસ.વી.પી.માં છેલ્લા બે મહીનામાં દાખલ થયેલા પેશન્ટના નામ-સરનામા અને ૧૦૮ ના રજીસ્ટર્ડની વિગતો જાહેર થાય તો સત્ય હકીકત બહાર આવી શકે છે તેમ સૂત્રોએ વધૂમાં જણાવ્યું હતું.