SVP હોસ્પીટલમાં એમઆરઆઈ શરૂ થતાં હજુ દસ દિવસ લાગશે
અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસ.વી.પી. હોસ્પીટલમાં વધુ પડતા ભેજના કારણે બંધ રાખવામાં આવેલા એમ.આર.આઈ .મશીન શરૂ થતાં હજુ દસ દિવસનો સમય લાગશે. એમ સત્તાવાર સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.
એમ.આર.આઈ. કેથેલેબ અને સીટીસ્કેન ખુબજ મોંઘા અને સેન્સેટીવ છે.
તેથી વધુ હ્યુમીડીટીના કારણે બંધ રાખવાની ફરજ પડે છે. આ સમસ્યાના કાયમી નિવારણ માટે હાટ વાટર પાઈપલાઈન, હીટ એકચેેઈન્જર, અને એરહેન્ડલીંગ યુનિટમાં સધુારા વધારાનો કામો તાકીદના ધોરણે શરૂ કરાયા છે. સીટી સ્કેન અને કેથલેબ દર્દીઓની સેવા માટે ઉપલબ્ધ છે. એમ આરઆઈ મશીન શરૂ થતાં હજુ દસ દિવસ લાગશે.