SVPના અધિકારીઓએ કમિશનરે મંજુર કરેલ રકમમાં પેન્સિલથી સુધારો કરી કોન્ટ્રાકટરને કરોડોનો ફાયદો કરાવ્યો

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત એસ.વી.પી. હોસ્પિટલમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અમદાવાદ મેડીકલ એજયુકેશન ટ્રસ્ટનું જ વર્ચસ્વ છે તેમજ તેના ચેરમેન તરીકે પણ મ્યુનિ. કમિશનર જ ફરજ બજાવે છે. એસ.વી.પી. હોસ્પિટલ શરૂ થઈ તે સમયથી સ્ટાફ સહિત તમામ કામગીરી આઉટ સો‹સગથી જ કરવામાં આવે છે.
જેમાં ભારે ગેરરીતિ થતી હોવાની ફરિયાદો અવારનવાર બહાર આવે છે. આવી જ એક ગેરરીતિ ર૦૧૯-ર૦માં થઈ હતી જેમાં ચેરમેન દ્વારા મંજુર કરવામાં આવેલ બીલની રકમમાં ખાતા દ્વારા પેÂન્સલથી સુધારો કરી કોન્ટ્રાકટરને કરોડો રૂપિયાનો ફાયદો કર્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
રાજય સરકારના સહયોગથી શરૂ થયેલ એસ.વી.પી હોસ્પિટલમાં ગેરરીતિ અને કૌભાંડ પણ લગભગ કાયમી બની ગયા છે. એસ.વી.પી હોસ્પિટલમાં સ્ટાફ સપ્લાય કરવા માટે અપડેટર સર્વીસીસ પ્રાઈવેટ લીમીટેડને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.
આ સંસ્થા દ્વારા ફેબ્રુઆરી-ર૦૧૯ થી માર્ચ- ર૦ર૦ સુધી જે બીલો રજુ કરવામાં આવ્યા હતાં તેને આર્કિમીડીઝ પ્રા.લી. પાસે વેરીફાઈ કરાવી એ.એમ.સી. મેટના ચેરમેનની પેમેન્ટની મંજુરી લેવામાં આવી હતી.
મેટ ના ચેરમેન દ્વારા જે મંજુરી આપવામાં આવી હતી તેમાં ખાતા દ્વારા પેÂન્સલથી સુધારો કરી રૂ.૧ કરોડ જેટલી રકમ કોન્ટ્રાકટરને વધારે ચુકવવામાં આવી છે. અહીં ખાતા દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે પ્રિઓડીટર દ્વારા સુચવવામાં આવેલ સુધારા મુજબ પેમેન્ટ કરવામાં આવ્યું છે પરંતુ તેઓ એ બાબત ભુલી જાય છે કે ફરી વખત સુધારો કરવામાં આવે તો પણ મેટ ના ચેરમેનની મંજુરી લેવી જરૂરી બને છે. એ.એમ.સી. મેટ દ્વારા સદર કંપનીને સપ્ટેમ્બર-ર૦૧૮માં વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને ડીસેમ્બર-ર૦૧૮થી કામગીરી શરૂ કરવામાં આવી હતી.
પરંતુ કોન્ટ્રાકટર દ્વારા બીલો મોડા રજુ કરવામાં આવ્યા હતાં તેમ છતાં મેટ ના ચેરમેન (કમિશનર)ની મંજુરી વગર રૂ.૪૬.પ૦ કરોડ રૂપિયા એડહોક પેમેન્ટ તરીકે આપવામાં આવ્યા હતાં. જેમાં એપ્રિલ- ર૦ર૦માં રૂ.ર૦ કરોડ, મે-ર૦ર૦માં રૂ.૪.ર૦ કરોડ, જુન-ર૦ર૦માં રૂ.૩.પ૦ કરોડ, જુલાઈ-ર૦ર૦માં રૂ.૪.ર૦ કરોડ, ઓગસ્ટ-ર૦ર૦માં રૂ.૪.ર૦ કરોડ, સપ્ટેમ્બર-ર૦ર૦માં રૂ.૪.કરોડ,
ઓકટોબરમાં રૂ.૩ કરોડ, તથા ડીસેમ્બર-ર૦ર૦માં રૂ.૩ કરોડ એડહોક પેમેન્ટ આપવામાં આવ્યું હતું જેના માટે મંજુરી લેવામાં આવી ન હતી. એસ.વી.પી.ના અધિકારીઓએ કમિશનરે મંજુર કરેલ બીલમાં પેÂન્સલથી રૂ.૧૯૯પ૧૧૧૭ જેટલી માતબર રકમમાં સુધારા કર્યાં છે જે એક પ્રકારે ગુનાહિત કૃત્ય જ માનવામાં આવી રહયું છે.