SVPના કોન્ટ્રાકટરને પાછલા બારણે વી.એસ. હોસ્ટેલમાં ફૂડનો કોન્ટ્રાકટ આપવા હિલચાલ

ફૂડ કવોલીટીનો પ્રશ્ન વિધાર્થીઓએ ફગાવ્યો હોવાનો મ્યુનિ. અધિકારીઓનો દાવો
(એજન્સી)અમદાવાદ, વી.એસ. હોસ્પિટલમાં દર્દીના કિલનીકલ ટ્રાયલ અને વી.એસ. હોસ્ટેલના રજીસ્ટરમાં એન્ટ્રી અને ફૂડ કવોલીટીના વિવાદોમાં ભીનું સંકેલવાનો પ્રયાસ ચાલી રહયો છે. વિપક્ષના હોબાળો બાદ વી.એસ. હોસ્ટેલના વિધાર્થીઓને સવાર-સાંજ પીરસાતા ભોજન અંગે મ્યુનિ. ઉચ્ચ અધિકારીઓ પાસે અભિપ્રાય માગ્યો હહતો.
જેની તપાસમાં ફુડ કવોલીટીનો પ્રશ્ન વિધાર્થીઓએ ફગાવ્યો હોવાનો મ્યુનિ. અધિકારીઓએ દાવો કરતાં કહયું કે, ભવિષ્યમાં આવા વિવાદો થાય નહી તે માટે એસવીપીના ફુડ કોન્ટ્રાકટરને વી.એસ. હોસ્ટેલમાં ફુડનો કોન્ટ્રાકટ આપવા આયોજન ચાલી રહયું છે.
વિપક્ષે કિલનીકલ ટ્રાયલમાં બે દર્દીના મોતના પણ આક્ષેપ કર્યો છે. વી.એસ. હોસ્ટેલમાં દર્દીના કિલનીકલ ટ્રાયલમાં ફાર્મા કંપની દ્વારા કરોડના વ્યવહાર કરાયા હોવાના આક્ષેપ બાદ કમીટી બનાવીને તપાસ સોપાઈ છે.
નાણાંનો હિસાબ કયાંથી મેળવવો ોતેને લઈને તપાસ કમીટી ચગડોળે ચડી છે. ઉપરાંત ટ્રાયલમાં બે દર્દીઓના મોતને લઈને મ્યુનિ. કમીટીને હજુ કોઈ સ્પષ્ટ પુરાવા પણ માગ્યા નથી.
વી.એસ.હોસ્ટેલમાં રહેતી વિધાર્થીનીઓ બહાર અવરજવર કરે ત્યારે રજીસ્ટારમાં એન્ટ્રી થાય છે. કે નહી ? તેની નોધ લેવાતી ન હોવાનો આક્ષેપ કરાયો હતો. જેની તપાસ કરનારા મ્યુનિ. ઉચ્ચ અધિકારીએ કહયું કે, તપાસમાં આવું કંઈ જાણવા મળ્યું નથી. હાલમાં રજીસ્ટરમાં એન્ટ્રી થાય છે.
સીસીટીવી પણ છે. કોઈ ચુક થતી નથી. બીજી તરફ વી.એસ. હોસ્ટેલમાં ફુડ કવોલીટીના પ્રશ્ન પર કાયમી ઉકેલ લાવવાનું તરકટ રચી પાછલા બારણે એસવીપીના ફુડ કોન્ટ્રાકટરને હોસ્ટેલના ફુડનો કોન્ટ્રાકટ અપાય તેવી શકયતા છે.