Western Times News

Gujarati News

SVP હોસ્પિટલ ખાતે પલ્મોનરી વિભાગમાં સ્લીપ સ્ટડી લેબોરેટરી શરૂ થશે

તબીબી શિક્ષકો ના ભથ્થામાં 30 ટકા નો વધારો કરવામાં આવશે : દેવાંગ દાણી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અમદાવાદ મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ (MET)ની તમામ કોલેજમાં પ્રેકટીસીંગ, એડહોક, તેમજ વિઝીંટીંગ કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવતા તબીબી શિક્ષકોને મળતા માસિક ભથ્થામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 30 ટકા જેટલો વધારો કરવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે.

જેનો અમલ  એક માર્ચ 2025થી કરવામાં આવશે. આ ઉપરાંત  મ્યુનિસિપલ હોસ્પિટલોમા વિવિધ ટેસ્ટ રાહત દરે શરૂ કરવામાં આવશે.   મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા તબીબી શિક્ષકોના માસિક ભથ્થામાં વધારો કરાયો છે ત્યારે હવે કોર્પોરેશન દ્વારા પણ 30 ટકા વધારો  લાગુ કરવામાં આવશે.

નાગરિકોએ સંધિવાના દુઃખાવાની સારવાર માટે SVP હોસ્પિટલના બાયોકેમેસ્ટ્રી વિભાગની લેબોરેટરીમાં રૂમેટોલોજી વિભાગના નવા ટેસ્ટ શરૂ કરવામાં આવશે. ANTI MULLERIAN HOREMONE (AMH) પ્રતિ ટેસ્ટ રૂ. 510 તેમજ ANTI CCP TEST પ્રતિ ટેસ્ટ રૂ. 310થી કરવામાં આવશે. ખાનગી લેબોરેટરીમાં આ ટેસ્ટ કરાવવા જાય તો તેનો ભાવ રૂ. 1500 જેટલા હોય છે. જેથી કરતા ઓછા છે.

આ કારણે દર્દીઓને જરૂરી ટેસ્ટ રાહત દરે ઉપલબ્ધ થશે. મેદવસ્વીતાને કારણે ઘણા દર્દીઓને નસકોરા બોલવા, રાત્રીના ઊંઘમાં વિક્ષેપ પડવો, જેવી તકલીફોનો અભ્યાસ થશે અને દર્દીને સારવાર મળે તેના માટે SVP હોસ્પિટલ ખાતે પલ્મોનરી વિભાગમાં Sleep Study Laboratory સારવાર શરૂ થશે.

જેમાં એક રાત્રીના રૂ.4000 જનરલ તેમજ ઓ.પી.ડી. વોર્ડ માટે લેવામાં આવશે. સરસપુરની શારદાબેન હોસ્પિટલ ખાતે સેન્ટર ઓફ એક્ષીલન્સ હેઠળ લેપરસી રીહેબીલેટેશન અને Autoimmune Diseases, Vesiculobullous Disordersની સારવાર શરુ કરવામાં આવશે. જેના માટે રૂ. 25 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.

હાલમાં, એસ.વી.પી. હોસ્પિટલ, શેઠ એલ.જી.જન.હોસ્પિટલ, શ્રીમતી, શા.ચી.લા.જન.હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી જનઔષધી કેન્દ્ર કાર્યરત છે. જેને ધ્યાનમાં લઈ ચી.હ.નગરી આંખની હોસ્પિટલમાં પણ પ્રધાનમંત્રી જનઔષધી કેન્દ્ર શરૂ કરવા માટે મંજુરી આપવામાં આવેલ છે જે ટુક સમયમાં શરૂ થશે. એસ.વી.પી.હોસ્પિટલના બાયોકેમેસ્ટ્રી વિભાગની લેબોરેટરીમાં રૂમેટોલોજી વિભાગના નવા ટેસ્ટ શરૂ કરવામાં આવશે

જેમાં ANTI MULLERIAN HOREMONE (AMH) પ્રતિ ટેસ્ટ રૂ. ૫૧૦/- તેમજ ANTI CCP TEST પ્રતિ ટેસ્ટ રૂ. ૩૧૦/- થી કરવામાં આવશે. જે ચાર્જીસ બારની પ્રાઇવેટ હોસ્પિટલ કરતા ૫૦% કરતા ઓછા છે, જેના કારણે દર્દીઓને સંધીવાના નિદાનને જરૂરી ટેસ્ટ રાહત દરે ઉપલબ્ધ થશે.

શ્રીમતી શા.ચી.લા.હોસ્પિટલ ખાતે સેન્ટર ઓફ એક્ષીલન્સ હેઠળ લેપરસી રીહેબીલેટેશન અને Autoimmune Diseases, Vesiculobullous Disorders ની સારવાર શરૂ કરવામાં આવશે. મેદવસ્વીતાને કારણે ઘણા દર્દીઓને નસકોરા બોલવા, રાત્રીના ઉઘમાં વિક્ષેપ પડવો, જેવી તકલીફોનો અભ્યાસ થશે અને દર્દીને સારવાર મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.