SVP હોસ્પિટલમાં દર્દીઓ કરતા સ્ટાફની સંખ્યા વધુઃ કોંગ્રેસ
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની માસિક સામાન્ય સભામાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી ઇમ્પેક્ટ ફી તેમજ એસ.વી.પી. હોસ્પિટલ ની નિષ્ફળતા મામલે વિપક્ષ કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા હતા. જયારે સત્તાધારી પાર્ટી તરફથી ખારીકટ કેનાલ અને આવાસ યોજના અંગે ચર્ચા કરવામાં આવી હતી.
મ્યુનિસિપલ વિરોધપક્ષના નેતા શહેજાદખાન પઠાણે .બોર્ડમાં એવો આક્ષેપ કર્યો હતો કે, ઇમ્પેક્ટ ફીનો કાયદો માત્ર ચૂંટણી સમયે જ જાહેર કરવામાં આવે છે? ૨૦૧૨માં મ્યુનિ. દ્વારા કરાયેલી એફિડેવીટ પ્રમાણે જ ૫ લાખ જેટલી ગેરકાયદેસર ઇમારતો હતો.
જાે ૨૦૧૨માં આટલી મોટી સંખ્યામાં ગેરકાયદેસર બાંધકામો હોય તો અત્યારે તો તેના કરતાં અનેક ગણાં વધારે ગેરકાયદેસર બાંધકામ અત્યારે હશે. તે સમયે ૨.૪૩ લાખ નાગરીકોએ પોતાની મિલકત નિયમીત કરવા અરજી કરી હતી. જાેકે ૧.૨૬ લાખ અરજીઓ મંજુર થઇ હતી.
જયારે ૧.૧૬ લાખ કરતા વધુ અરજીઓ દફતરે કરવામાં આવી હતી જે અંગે તંત્ર ઘ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. ૨૦૧૨માં કટ ઓફ ડેટ બાદ પણ કેટલાક કર્મચારીઓએ પાછલી તારીખમાં નોટીસો સ્વીકારીને ઇમ્પેક્ટ ફી લઇને ગેરાકાયદેસર રીતે કેટલાક બિલ્ડરોને લાભ આપ્યો હતો.
મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત વી.એસ.હોસ્પિટલ ને નામશેષ કરી એસ.વી.પી. શરૂ કરવામાં આવી હતી. પરંતુ એસ.વી.પી.હોસ્પિટલ માં દર્દીઓ કરતા સ્ટાફની સંખ્યા વધુ છે. એસવીપી હોસ્પિટલમાં ૨૬૩૪ના સ્ટાફની સામે માંડ રોજના ૨૦૦ દર્દીઓ દાખલ હોય છે. મ્યુનિસિપલ કોંગ્રેસના ઉપનેતા અને શહેર પ્રમુખ નિરવભાઈ બક્ષીએ મધ્યઝોન ના ટ્રાફિક અને પ્રદુષણ અંગે રજુઆત કરી હતી. ડ્રેનેજ ડિશીલટિંગ માં ચાલતી ગેરરીતિઓને પણ તેમણે ઉજાગર કરી હતી.
મ્યુનિસિપલ વોટર સપ્લાય કમિટિના ચેરમેન જતીન પટેલે સમગ્ર બાબતે જવાબ આપ્યો હતોકે, એવોર્ડ ખરીદીને લાવવ્યા તેમ કહેવું તે મ્યુનિ. તંત્રના અપમાન સમાન છે. યુપીએસ સરકાર ના સમયે પણ અમદાવાદ શહેરના વિવિધ બાબતોના ૨૩ જેટલા એવોર્ડ મળ્યા હતા.
જતીન પટેલે એવું પણ કહ્યું હતુંકે, કોંગ્રેસ છેલ્લા કેટલાક સમયથી ખારીકટ કેનાલ પ્રોજેક્ટને લોલીપોપ ગણાવે છે પરંતુ તેનું ખાતમૂર્હત થશે અને બે વર્ષમાં તેના ડેવલપમેન્ટ ને પણ આપણે જાેઈશું. હાઉસીંગ કમિટી ચેરમેન અશ્વિનભાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે ૨૦૦૭ થી ૨૦૨૨ સુધી મ્યુનિસિપલ કોર્પોરેશને જુદી જુદી યોજનાઓ અંતર્ગત ૫૩ હજાર મકાનો બનાવી તેની ફાળવણી કરી છે.