વિવેકાનંદ ચેર ગોધરા દ્વારા કોમર્સ કોલેજ ખાતે સ્વામી વિવેકાનંદ જીવન ચિત્ર પ્રદર્શની યોજાઈ

(પ્રતિનિધિ) ગોધરા,‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો…’ જેવા પ્રેરણાદાયક શબ્દો જેમના છે અને જેઓ યુવાનોના આદર્શ છે એવા સ્વામી વિવેકાનંદજીના જીવન પર આધારિત જીવન ચિત્ર પ્રદર્શની સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિવેકાનંદ ચેરના નેજા હેઠળ યોજાઈ
જેનું ઉદ્ઘાટન યુનિવર્સિટીના રજીસ્ટાર ડો. અનિલભાઈ સોલંકી એ કર્યું .આ પ્રસંગે તેઓએ વિદ્યાર્થીઓને સ્વામીજીના જીવનના કોઈપણ એક પ્રસંગને પોતાના જીવનમાં ઉતારી ભારતને વિશ્વ ગુરુ બનાવવા તરફ લઈ જવા યોગદાન આપવા જણાવ્યું હતું.
આ પ્રદર્શની સવારે ૯ઃ૦૦ વાગ્યાથી શરૂ થઈ હતી જેનો કોમર્સ કોલેજ ગોધરા, બીએડ કોલેજ ગોધરા, લો કોલેજ ગોધરા અને શેઠ પી ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરાના અંદાજે ૮૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓએ નિહાળી લાભ લીધો હતો.
સાથે સાથે ‘એ ‘ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પણ આ પ્રદર્શની નો લાભ લેવામાં આવ્યો હતો. વિવિધ સામાજિક સંસ્થાઓ, સામાજિક કાર્યકરો અને વિવિધ કોલેજોના પ્રોફેસરશ્રીઓએ પણ આ પ્રદર્શની નિહાળી હતી.
પ્રદર્શનીના પ્રારંભમાં ચેરના કોર્ડીનેટર ડો. અજયભાઈ સોની, સભ્ય અને કોલેજના આચાર્ય ડો. અરુણસિંહ સોલંકી, બીએડ કોલેજના પ્રાધ્યાપક અને ચેરના સભ્ય ડો. જીબી ગોડબોલે, લો કોલેજના અધ્યાપિકા ડો. કૃપા મેડમ સહિત યુનિવર્સિટીના પ્રોફેસરઓ, સામાજિક કાર્યકરો અને પ્રાધ્યાપકઓએ આ પ્રદર્શનીને નિહાળ્યું હતું.
સમગ્ર પ્રદર્શની ના આયોજનમાં અને સફળ સંચાલનમાં કોમર્સ કોલેજ ગોધરા એનએસએસના ભવ્ય દેવડા, હર્ષિતા ચતવાણી, સંજના વાઘેલા , ધ્રુવસિંહ ચૌહાણ ,હર્ષિતા ખીમાણી, સાક્ષી શાહ, માનસી ખરાદી , પ્રેમ લાલવાણી, તેજલ હરીજન, શાક્ય મેઘા સહિત એનએસએસ ના સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી પ્રદર્શનીને સફળ બનાવી હતી.