સ્વપ્નિલ જોશી રામાયણમાં ૯ વર્ષની ઉંમરમાં બન્યા હતાં શ્રીરામના દીકરા કુશ
મુંબઈ, સ્વપ્નિલ જોશી આમતો એક મરાઠી એક્ટર છે જેણે ઘણાં શો અને ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, મોટા સ્તરે ઓળખ તેને રામનંદ સાગરની રામાયણમાં કુશના પાત્રથી મળી હતી, જે તેના અને આપણાં તમામ લોકો માટે ખૂબ જ યાદગાર છે. એક્ટર જ્યારે રામાનંદ સાગરની રામાયણમાં શ્રીરામના પુત્રના રુપમાં આવ્યો હતો, ત્યારે તેની ઉંમર ફક્ત ૯ વર્ષની હતી. તે રામાનંદ સાગરના શો ઉત્તર રામાયણમાં જોવા મળ્યો હતો અને આજે રામ મંદિરના ગર્ભ ગૃહમાં શ્રીરામના વિરાજમાનના સાક્ષી હોવા પર પોતાને ગૌરવાવન્તી અનુભવી રહ્યા છે.
હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી જેમાં તે લખે છે, મેં ઉત્તર રામાયણ સિરીયલમાં પ્રભુ શ્રીરામજીના પુત્ર, ભગવાન કુશનું પાત્ર ભજવ્યુ હતું. મારા અહોભાગ્ય કે મને નાની ઉંમરમાં આ અવસર મળ્યો. જે મારા જીવનનો અલૌકિક સમય રહ્યો.
પ્રભુ શ્રી રામજીના ચરણોમાં મારી આ નાનકડી સેવા અર્પણ! તેણે આગળ પોતાની પોસ્ટમાં લખ્યું, પાવન ભૂમિ અયોધ્યામાં, જ્યારે શ્રી રામ મંદિરનું લોકાર્પણ થઈ રહ્યું છે, એક હિન્દુ, એક ભારતીય હોવાના નાતે આ મારા જીવનનો એક પરમોચ્ચ આનંદદાઈ ક્ષણ છે! સિયાવર રામચંદ્ર કી જય! ભલે સ્વપ્નિલને અયોધ્યામાં નિમંત્રણ ન મળ્યું હોય પરંતુ, તે અયોધ્યાના મંદિર નિર્માણમાં પ્રભુ શ્રીરામના આગમનથી ખૂબ જ ખુશ છે.
આમતો રામાયણની સિવાય તેણે ટેલીવિઝનમાં કૃષ્ણામાં પણ એક યંગ શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવી હતી. તેમાં તેને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતાં. ડર્ઝનો ફિલ્મમાં કામ કરી ચુકેલા સ્વપ્નિલ મહારાષ્ટ્ર કુસ્તી દંગલમાં ‘વિદર્ભચે વાધ’નામની એક કુશ્તી ટીમના માલિક છે. વાત જો સ્વપ્નિલ જોશીની પર્સનલ લાઈફને લઈને કરીએ તો તે ૨ વાર લગ્ન કરી ચુક્યો છે. પહેલા લગ્ન તેણે અર્પણા જોશી સાથે કર્યા હતાં, જોકે તે ફક્ત ૨૦૦૫ થી ૨૦૦૯ સુધી ચાલ્યા. બાદમાં તેણે લીલા અરાધ્યે સાથે ૨૦૧૧માં બીજા લગ્ન કર્યાં.SS1MS